પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, આજે જાહેર થશે પરિણામ
- પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ
- મમતા બેનર્જી સત્તામાં પરત આવશે?
- બંગાળમાં સત્તા પરિવર્તન થશે ?
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તો સામે મમતા બેનર્જી દ્વારા પણ સત્તા બચાવી રાખવા માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે.
ભાજપ અને ટીએમસી દ્વારા મોટી સંખ્યામાં રેલી પણ કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જાણકારો દ્વારા પણ બંગાળની વિધાનસભા ચૂંટણીને લઈને અનેક મંતવ્યો અને અભિપ્રાય પણ આપવામાં આવ્યા છે.
જાણકારો દ્વારા એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી હતી કે જો બંગાળમાં સત્તા પરિવર્તન થાય તો ત્યાં એનઆરસી અને સીએએ કડકપણે લાગુ પડી શકે છે.