દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 7મી નવેમ્બર 2021થી પાન-મસાલા અને ગુટખા સહિતની તમાકુ બનાવટની વસ્તુઓના ખરીદ-વેચાણ અને ઉત્પાદન ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. રાજ્યના ખાદ્ય સુરક્ષા આયુક્ત દ્વારા જાહેર કરવામાં આદેશમાં કહેવામાં આવ્યું છે, બંગાળમાં ગુટખા અને તમાકુની બનાવટની વસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, પાન-મસાલા અને ગુટખા સહિતની તમાકુ બનાવટની વસ્તુઓ આરોગ્ય માટે હાનીકારક છે તમાકુમાં નિકોટીનની માત્રા વધારે જોવા મળે છે. જે આરોગ્ય માટે હાનીકારક છે. જેથી તેની ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં વર્ષ 2013માં પ્રતિબંધ મુકાયો હતો. આમ છેલ્લા કેટલાક વર્ષોથી પાનમસાલા અને તમાકુ બનાવટ ઉપર પ્રતિબંધ છે. કોલકતા પોલીસ પોલીસ અધિક્ષક, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્ય આરોગ્ય અધિકારીઓ સહિત વિવિધ નગરપાલિકાને પ્રતિબંધ વધારવા અંગે નિર્દેશ આપવામાં આવ્યાં છે. જો કે, પ્રતિબંધ છતા મહાનગરોમાં ખુલ્લેઆમ પાનમસાલા અને તમાકુની બનાવટની વસ્તુઓનું વેચાણ થાય છે. તમાકુ પ્રોડક્ટસની લતના કારણે કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે જેથી પશ્ચિમ બંગાળના તબીબોએ તેના પર કાયમ માટે પ્રતિબંધ લાગુ કરી દેવામાં માંગણી કરી છે.