Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ સરહદઃ બાંગ્લાદેશના 9 નાગરિકોની ઘુસણખોરીને BSFએ બનાવી નિષ્ફળ

Social Share

દિલ્હીઃ બાંગ્લાદેશીઓની ગુસણખોરી અટકાવવા માટે સરહદ પર જવાનોએ પેટ્રોલીંગ વધાર્યું છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ બંગાળની સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા નવ બાંગ્લાદેશી નાગરિતોને બોર્ડ સિક્યુરિટી ફોર્સના જવાનોએ ઝડપી લીધા હતા. બે બાળકો સાથે પાંચ મહિલા અને બે પુરુષો ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશીના બાગેરહાટ જિલ્લાના ઈસ્માઈલ હલદર (ઉ.વ, 67), નસીર હુસેન (ઉ.વ.30), નરગીસ બેગમ (ઉ.વ. 25), નઈમા અખ્તરસ ફહીમ બેગમ અને સૈફુલ ઈસ્લામને ઘુસણખોરી કરતા ઝડપી લેવામાં આવ્યાં હતા.

આ ઉપરાંત પાપરી શેખ ફરીદપુરની બીબી ખુલના ઝોહરા અને રૂપ ખાતૂન (ઉ.વ. 22) ઘુસણખોરી કરતા ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમની પાસે નાના બાળકો પણ હતા. બીએસએફના જવાનોએ તમામની અટકાયત કરીને બોર્ડર પોસ્ટ પર જવાયા હતા. આ તમામને ઘુસણખોરી કરાવવા માટે વચેટિયાએ નાગરિક દીઠ રૂ. 5થી 10 હજારની રકમ પડાવી હતી.

99મી કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર સંજીવ કુમારે જણાવ્યું હતું કે, ભારત-બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરીને રોકવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કડક પગલાં લઈ રહી છે, જેમાંથી કેટલાક સતત પકડાઈ રહ્યા છે, જેમને કાયદા અનુસાર સજા થઈ રહી છે. અમે અમારા વિસ્તારમાંથી કોઈ પણ સંજોગોમાં ઘૂસણખોરીને મંજૂરી આપીશું નહીં.