- પીએમ સહિત 18 મહાનુભાવોને કેરીઓ મોકલાવી
- મમતા બેનર્જી 11 વર્ષથી પીએમને કેરી મોકલે છે
- બંગાળની ચાર પ્રકારની કેરીઓ મોકલવામાં આવી
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પરંપરા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની પ્રખ્યાત કેરી મોકલી હતી. મમતા બેનર્જીએ વર્ષ 2011માં આ પરંપરા શરૂ કરી હતી અને સતત 11 વર્ષથી દેના વડાપ્રધાનને કેરી મોકલે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત 18 જેટલા રાજકીય મહાનુભાવોને બંગાળની કેરીઓ ભેટમાં મોકલી હતી. મમતા બેનર્જી દર વર્ષે વડાપ્રધાનને બંગાળની પ્રખ્યાત લંગડા, હિમસાગર, આમ્રપાલી અને લક્ષ્ણભોગ એમ ચાર પ્રકારની કેરીઓ મોકલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની રાજધાની દિલ્હીમાં મેંગો ફેરનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી મેંગો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.