Site icon Revoi.in

પ.બંગાળઃ મહિલા તબીબની હત્યાના કેસમાં તબીબોનું પોલીસને અલ્ટીમેટમ

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને તેમની હત્યાના મામલાએ જોર પકડ્યું છે. મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જુનિયર ડોક્ટરોએ ન્યાયની માંગ સાથે મંગળવારે પણ હડતાળ ચાલુ રાખી હતી. તેમણે તપાસ પૂર્ણ કરવા માટે પોલીસને આવતીકાલ સુધીનો સમય આપ્યો છે.

તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ સતત પ્રભાવિત થઈ રહી છે. આવી જ સ્થિતિ આજે પણ જોવા મળી હતી. તમામ સરકારી હોસ્પિટલોના આઉટ પેશન્ટ વિભાગ (OPD)માં સવારથી દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી. વરિષ્ઠ ડોકટરો ભીડને નિયંત્રિત કરવા માટે તેમના જુનિયર સમકક્ષોને તૈનાત કરતા જોવા મળ્યા હતા. દર્દીઓની વધતી સંખ્યા પર, સરકારી સંચાલિત SSKM હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું કે સોમવારે મોટાભાગના વરિષ્ઠ ડોકટરો હાજર હતા, તેથી પરિસ્થિતિ નિયંત્રણમાં હતી.

આંદોલનકારી જુનિયર ડોકટરોએ, મહિલા ડૉક્ટરની હત્યાની મેજિસ્ટ્રિયલ તપાસની માંગ કરી હતી અને મંગળવારે કોલકાતા પોલીસને તપાસ પૂર્ણ કરવા માટે 14 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. વિરોધ કરી રહેલા આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોક્ટરે કહ્યું કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ કામ પર પાછા નહીં ફરે અને વિરોધ ચાલુ રહેશે. અમે અમારી માંગણીઓ અંગે એકદમ સ્પષ્ટ છીએ. અમે ઘટનાની ન્યાયિક તપાસ ઈચ્છીએ છીએ. તેણે આગળ પૂછ્યું કે પુલીલને રવિવારની સમયમર્યાદાની જરૂર કેમ પડી? અમે પોલીસને બુધવાર સુધીમાં તેમની તપાસ પૂર્ણ કરવા કહી રહ્યા છીએ.

#JusticeForDoctor

#WestBengalProtests

#DoctorStrike

#KolkataIncident

#MedicalCollegeProtest

#HealthServices

#HospitalStrike

#MedicalJustice

#DoctorsDemand

#PoliceUltimatum