Site icon Revoi.in

પ.બંગાળ: મ્યુનિસિપલ ભરતીમાં ગેરરીતિના મામલામાં ખાદ્ય મંત્રી રથિન ઘોષની સામે EDની કાર્યવાહી

Social Share

કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પશ્ચિમ બંગાળમાં નગર પાલિકાઓમાં ભરતીમાં કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં રાજ્યના ખાદ્ય અને પુરવઠા પ્રધાન રથિન ઘોષના નિવાસસ્થાન સહિત પશ્ચિમ બંગાળમાં અનેક સ્થળોએ સર્ચ શરૂ કર્યું હતું. કેન્દ્રીય દળોની એક ટુકડીની સાથે તપાસ અધિકારી સવારે લગભગ 6.10 કલાકે ઉત્તર 24 પરગના જિલ્લાના માઈકલનગરમાં રથિન ઘોષના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ ઉપરાંત અન્ય 12 સ્થળો ઉપર સર્વેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મધ્યગ્રામના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઘોષ પહેલા મધ્યમગ્રામ નગર પાલિકાના સભ્ય હતા. ઈડીએ તેમની ઉપર આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2014થી 2018ના સમયગાળામાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા ઘનના બદલે લગભગ 1500 લોકોની ગેરકાયદે રીતે કરાઈ હતી.

ઈડી દ્વારા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજયસભાના સભ્ય સંજય સિંહના ઘરે દરોડો પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. લંબાણપૂર્વકની પૂછપરછ કરીને મોડી સાંજના સંજય સિંહની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઈડીએ સંજય સિંહના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરે તપાસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીને પગલે વિપક્ષે હંગામો મચાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અરવિંદ કેજરિવાર અને શિવસેના સહિતના પક્ષોએ આગામી વર્ષ યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાંના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.