પશ્ચિમ બંગાળની ઘટના- બે માલગાડીઓ સામસામે ટકરાતા 12 ડબ્બાઓ પાટા પરથી ઉતરી પડ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો
- પશ્વિમ બંગાળમાં ટ્રેન આકસ્માત
- જો કે જાનહાની ટળી
કોલકાતોઃ- દેશભરમાં છેલ્લા કેટલાક સમથી ટ્રેન ટકરાવાના અકસ્માત સતત વધતા જઈ રહ્યા છે ત્યારે પશઅવિમ બંગાળના ઓડામાં આ પ્રકારની ઘટના બની છે જેમાં બે માવગાડીઓ સામસામે ટકરાી હતી અને પાટા પરથી ઉતરી ગઈ હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે હવે પશ્ચિમ બંગાળના બાંકુરા સ્થિત ઓંડા રેલવે સ્ટેશન પર આવી ઘટના સામે આવી છે આજરોજ રવિવારે વહેલી સવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બે માલગાડીઓ ટકરાઈ હતી. જેના કારણે ખડગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
રવિવારે વહેલી સવારે આ ઘટના બની , જેના કારણે અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના ઓંડા સ્ટેશન પર બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રવિવારે સવારે લગભગ 4 વાગ્યે બાંકુરા નજીક બે ટ્રેનોની ટક્કર બાદ, બે માલગાડીના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક માલગાડીએ પાછળથી બીજી માલગાડીને ટક્કર મારી, જેના કારણે માલગાડીના 12 વેગન પાટા પરથી ઉતરી ગયા.
આ ઘટના ઓંડા સ્ટેશન પર બની હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે માલગાડીના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી.રેલવે અધિકારીઓના નિવેદન અનુસાર, ‘બંને ખાલી માલગાડીઓ હતી. દુર્ઘટનાનું કારણ અને બે ટ્રેનો કેવી રીતે અથડાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ સહીત રેલ્વેના ADRA ડિવિઝનની ટ્રેન સેવાઓને અકસ્માતને કારણે અસર થઈ છે. ADRA વિભાગમાં પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે – પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા, બર્દવાન અને ઝારખંડના ત્રણ જિલ્લાઓ – ધનબાદ, બોકારો અને સિંઘભુમ. તે દક્ષિણ પૂર્વ રેલવે હેઠળ આવે છે. રેલવે અધિકારીઓ શક્ય તેટલી વહેલી તકે અપલાઇન ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.