પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ
દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં ‘ઓમિક્રોન’ ના વધુ કેસ છે. કોલકાતામાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે, કારણ કે તે ટ્રેન અને પ્લેનમાં મુસાફરી કરતા લોકો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. બંગાળમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. આ સમયે શાળાઓ બંધ કરવાની જરૂર નથી. પરંતુ વિદેશથી આવતા લોકોના કારણે કોલકાતામાં કેસ સતત વધી રહ્યા છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સંબંધિત અધિકારીઓને રાજ્યમાં કોવિડ -19 ની એકંદર પરિસ્થિતિની સમીક્ષા કરવા જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના પાંચ નવા કેસો પછી, સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને શહેરમાં એવા વિસ્તારોની ઓળખ કરવા પણ કહ્યું છે. બેનર્જીએ એમ પણ કહ્યું કે પરિસ્થિતિને જોતા શાળા અને કોલેજો થોડા સમય માટે બંધ રાખવામાં આવી શકે છે. જો જરૂરી હોય તો માત્ર 50 ટકા સ્ટાફની હાજરી સાથે જ ઓફિસોને કામ કરવા માટે કહી શકાય.
મમતા બેનર્જીએ બેઠકમાં અધિકારીઓને કહ્યું, “કોવિડ -19 કેસ વધી રહ્યા છે. ઓમિક્રોનના કેટલાક કેસ પણ સામે આવ્યા છે. થોડા સમય માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું વિચારી શકીએ છીએ. કોરોનાની પસિસ્થિતની સમીક્ષા કર્યા પછી આંતરરાષ્ટ્રીય ઉડાન અને લોકસ ટ્રેન સેવાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.