પ.બંગાળના મુસ્લિમો મમતા બેનર્જી સાથે, BJP દીદીને હરાવવામાં અસમર્થઃ સાંસદ શફીરક રહેમાન
નવી દિલ્હીઃ સીએએના મામલે સમાજવાદી પાર્ટીના સાંસદ ડો. શફીરક રહેમાન વર્કેએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો મમતા બેનર્જી સાથે હોવાનો દાવો કરીને મમતાને હરાવવાની ક્ષમતા ભાજપા પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, દેશમાં સીએએનો કાયદો લાગુ કરવુ ભાજપા માટે સરળ કામ નથી. તમામ વિપક્ષી પાર્ટીઓ સીએએનો વિરોધ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 29 નવેમ્બરના રોજ ભાજપની જાહેર સભાને સંબોધવા કોલકાતા પહોંચ્યા હતા. અહીં તેમણે નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) ના અમલીકરણને લઈને મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે, અમિત શાહે કહ્યું હતું કે CAA કોઈપણ સંજોગોમાં લાગુ કરવામાં આવશે અને તેને કોઈ રોકી શકશે નહીં. તેમણે મમતા શાસનને હટાવવા અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવવાની પણ હાકલ કરી હતી. સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ડૉ. શફીકર રહેમાન વર્કે આ મામલે ભાજપ ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા ભાજપના ગજા બહારની વાત છે.
યુપીના સંભલના સાંસદ શફીકુર રહેમાન વર્કે મુખ્યમંત્રી મમતા બેનર્જીના વખાણ કરતા જણાવ્યું હતું કે, “ભાજપ મમતા બેનર્જીને હરાવી શકે તેમ નથી. મુસ્લિમો મમતા બેનર્જી સાથે છે. મમતા બેનર્જી પહેલા જ બંગાળમાં ભાજપને હરાવી ચૂક્યા છે.” સાંસદ વર્કે પણ અમિત શાહના નાગરિકતા સંશોધન અધિનિયમને લાગુ કરવાના પડકારની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, CAA લાગુ કરવું સરળ કામ નથી. સમગ્ર વિપક્ષ તેની સામે છે. વિપક્ષ નથી ઈચ્છતો કે CAA લાગુ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે, CAA કાયદાનો TMC સહિત દેશની વિપક્ષી પાર્ટીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. મમતા બેનર્જી સરકારે તેને સંપૂર્ણપણે ગેરબંધારણીય જાહેર કર્યું હતું. આ અંગે દેશભરમાં અનેક દેખાવો થયા હતા