Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ ઓનલાઈન બોમ્બ ખરીદ-વેચાણનો પર્દાફાશ, એકની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં જીવનજરૂરી તમામ વસ્તુઓ સરળતાથી ઓનલાઈન મળતી હોવાથી લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધારે પસંદ કરે છે. દરમિયાન દેશમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન બોમ્બની ખરીદ-વેચાણના રેકેટનો પર્દાફાશ થતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ પ્રકરણમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી અનુસાર પશ્ચિમ બંગાળમાં ઓનલાઈન બોમ્બના કેટલોક ગ્રાહકોને મોકલી આપવામાં આવતા હતા. જ્યારે ડીલ ફાઈનલ થાય ત્યારે બોમ્બની હોમ ડિલિવરી પણ કરવામાં આવતી હતી. એટલું જ નહીં પેમેન્ટ પણ ઓનલાઈન કરવામાં આવતું હતું. સમગ્ર નેટવર્કનો પોલીસ પર્દાફાશ કરીને મકબુલ શેખ નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે મકબુલ શેખની ઉંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી પાસેથી વિવિધ પ્રકારના દેશી બોમ્બની કિંમત ધરાવતો સંપૂર્ણ કેટલોગ મળ્યો છે, જે ગ્રાહકોના મોબાઈલમાં મોકલવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ રાજકીય અથડામણના અવાર-નવાર બને છે.