Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી: વોટિંગ દરમિયાન બેલેટ બોક્સ લઈને યુવક ભાગ્યો

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ કૂચબિહારમાંથી એક વ્યક્તિ બેલેટ બોક્સ લઈને ભાગી રહ્યેલી વ્યક્તિઓનો વીડિયો સામે આવ્યો છે. ખુલ્લેઆમ મત ચોરીનો આ વીડિયો પોલીસ-પ્રશાસન અને સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કરે છે. આ મામલો કૂચબિહારના માથાભંગા બ્લોક 1નો છે. કૂચબિહાર જિલ્લાના દિનહાટાના બરંચીનામાં એક મતદાન મથક પર મતદાતાઓએ કથિત રૂપે એક મતપેટીને સળગાવી દીધી હતી, બોગસ મતદાન પર ગુસ્સે ભરાયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘પશ્ચિમ બંગાળમાં સમગ્ર સિસ્ટમ ગેરબંધારણીય કાર્યોમાં વ્યસ્ત છે. ત્યાંની સરકાર ન તો રાજ્યપાલના આદેશનું સન્માન કરે છે કે ન તો હાઈકોર્ટના આદેશનું. જ્યારે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર પોતે જ પક્ષપાત કરે છે અને રાજકીય રીતે કામ કરે છે, ત્યારે તેને બંધારણીય વ્યવસ્થા ન કહેવાય. લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી, પરંતુ ત્યાંની સરકાર પોતાનો જન આધાર ગુમાવી બેઠી છે અને આ ડરમાં તેઓ હિંસક વલણ અપનાવી રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં કહ્યું, ‘ટીએમસીના ગુંડાઓ અને પોલીસ વચ્ચે મિલીભગત છે, તેથી જ આટલી બધી હત્યાઓ થઈ રહી છે. હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર છે.