Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ સરહદ પાસેના ગામમાંથી રોયલ બેંગોલ ટાઈગરનું ચામડું અને માથું મળ્યું

Social Share

નવી દિલ્હીઃ કોલકાતા કસ્ટમ્સના અધિકારીઓએ એક વ્યક્તિ પાસેથી રોયલ બંગાળ વાઘનું ચામડુ અને કાળા હરણના શિંગડા જપ્ત કર્યા છે. કસ્ટમ અધિકારીઓએ તેને ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે સ્થિત એક ગામમાંથી રિકવર કર્યો છે. જો કે, કસ્ટમના અધિકારીઓ પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. માહિતીના આધારે કોલકાતા કસ્ટમ વિભાગે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર સ્થિત બટાગાચી ગામમાંથી રોયલ બંગાળ ટાઈગરનું ચામડુ મળી આવી હતી. ચામડાની સાથે વાઘનું આખું માથું પણ મળી આવ્યું છે. વાઘના દાંત અને પંજા પણ જપ્ત કરાયાં હતા. આ ઉપરાંત કસ્ટમ અધિકારીઓએ કાળા હરણના શિંગડા પણ કબજે કર્યા છે.

ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં વાઘના શરીરના વિવિધ ભાગોની ભારે માંગ છે. ઘણી પરંપરાગત દવાઓ વાઘના ભાગોમાંથી બનાવવામાં આવે છે, જેના માટે વાઘનો શિકાર અને તેના ભાગોની હેરફેર કરવામાં આવે છે. વાઘના ભાગોની ઊંચી કિંમતને કારણે, પ્રતિબંધ હોવા છતાં ભારતમાં વાઘનો શિકાર અવિરતપણે ચાલુ છે. આ સિવાય ઘટતા જતા જંગલોને કારણે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષ પણ વધી રહ્યા છે, જેના કારણે વાઘની સંખ્યા પણ ઘટી રહી છે. જો કે સરકારના ઘણા પ્રયત્નો બાદ દેશમાં વાઘની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેમના શિકાર પર પ્રતિબંધ હજુ પણ એક પડકાર છે. પશ્ચિમ બંગાળમાં વાઘની સુરક્ષાને લઈને વનવિભાગ દ્વારા સઘન પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.