કલકોતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી છે. કેટલાક નેતાઓએ ભાજપનો સાથે છોડીને તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈને ઘર વાપસી કરી હતી. દરમિયાન વીરભુલ જિલ્લામાં ભાજપના લગભગ 150 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં હતા. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યકરો ઉપર સેનેટાઈઝર છાંટ્યા બાદ તેમને તૃણમુલ કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યાં હતા.
તૃણમૂલ કોંગ્રેસના દુલાલ રાયએ જણાવ્યું હતું કે, ઈલામબાજારમાં એક મંચ બનાવવામાં આવ્યું હતું. જ્યાં ભાજપના કાર્યકરો ઉપર સેનેટાઈઝર છાંટ્યા બાદ સ્થાનિક નેતાઓએ તેમને તૃણમૂલ કોંગ્રેસના ઝંડા પકડાવવામાં આવ્યાં હતા. ભાજપ માટે જે લોકો કાર્ય કરી રહ્યાં હતા તેઓ વાયરસથી સંક્રમિત થયા હતા. જેથી તેમને પરત લેતા પહેલા તેમને સંક્રમણરહિત કરવામાં આવ્યાં હતા.
ભાજપના જિલ્લા અધ્યક્ષ ધ્રુવ સાહાએ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટીના કાર્યકરોને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ પોતાની મરજીથી ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં નથી ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ હિંસાના આરોપોથી બચવા માટે તૃણમૂલ નેતાઓ આવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યાં છે. ભાજપના કાર્યકરોને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ કરવા માટે મજબુર કરાય છે. બે દિવસ પહેલા જ હુગલી જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા પહેલા 200 જેટલા ભાજપના કાર્યકરો વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જવાના પાપથી મુક્તિ માટે મુંડન કરાવવામાં આવ્યું છે.