ટી-20 વર્લ્ડકપ 2024માં વેસ્ટ ઈન્ડિઝે સર્વોચ્ચ સ્કોર બનાવીને અફઘાનિસ્તાનને 104 રનથી હરાવ્યું
અફઘાનિસ્તાને સેન્ટ લુસિયાના ગ્રોસ આઇલેટના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 218 રન નોંધાવ્યા હતા. આ વર્લ્ડ કપનો આ સૌથી મોટો સ્કોર હતો…219 રનનાં લક્ષ્યાંકનાં જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 16.2 ઓવરમાં 114 રન નોંધાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 53 બોલમાં 98 રન નોંધાવ્યા હતા. જ્યારે જ્હોન્સન ચાર્લ્સે 43 અને રોવમેન પોવેલે 26 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓબેડ મેકકોયે 3 વિકેટ લીધી હતી. ગુડાકેશ મોતી અને અકીલ હુસૈનને 2-2 વિકેટ મળી હતી. આન્દ્રે રસેલ અને અલ્ઝારી જોસેફને 1-1 વિકેટ મળી હતી. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને સૌથી વધુ રન નોંધાવ્યા હતા. તેણે 38 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ગુલબદ્દીન નાયબને 2 વિકેટ મળી હતી. જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈ અને નવીન ઉલ હકને 1-1 વિકેટ મળી હતી. જણાવી દઈએ કે, સુપર-8 પર આ મેચની કોઈ અસર થઈ ન હતી. જોકે, અફઘાનિસ્તાનને ટુર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ અજેય છે.