1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર
પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

પશ્ચિમી દેશોએ ભારતના બદલે અત્યાર સુધી પાકિસ્તાનને શસ્ત્રો આપ્યાં છેઃ એસ.જયશંકર

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર ન્યૂઝીલેન્ડ બાદ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. પશ્ચિમી દેશોએ આતંકવાદીઓનો ગઢ મનાતા પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યાં છે જ્યારે ભારતને હથિયારો આપવામાં આવ્યાં નહીં હોવાથી રશિયા પાસેથી ખરીદવામાં આવ્યાં હતા. ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ રહ્યાં છે અને સારા સંબંધ રહશે. આમ ભારતે નામ લીધા વિના અમેરિકા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

જયશંકરે ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમણે રશિયા સાથે જોડાયેલા એક પ્રશ્ન પર પશ્ચિમી દેશોને પોતાની શૈલીમાં આડે હાથ લીધા.

રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા અંગે તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોએ દાયકાઓ સુધી ભારતને શસ્ત્રો આપ્યા નથી. તેથી રશિયા પાસેથી શસ્ત્રો લેવા પડ્યા. આ સાથે જયશંકરે કહ્યું કે ભારતને હથિયાર આપવાને બદલે પશ્ચિમી દેશોએ પાકિસ્તાનની સૈન્ય સરમુખત્યારશાહી સરકારને શસ્ત્રો આપ્યા.

વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે કેનબેરા પહોંચ્યા હતા. અહીં તેમનું ત્રિરંગા સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયાનું સંસદ ભવન તિરંગાના રંગોથી ઝગમગતું જોવા મળ્યું હતું.

વિદેશ મંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ત્રિરંગો કેનબેરામાં રિસેપ્શનમાં પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સંસદને ત્રિરંગાના રંગે રંગાયેલી જોઈને આનંદ થયો. આ વર્ષે વિદેશ મંત્રી એસ જયશંકરની ઓસ્ટ્રેલિયાની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ ફેબ્રુઆરી 2022માં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગમાં હાજર રહ્યા હતા.

વિદેશ મંત્રીએ કહ્યું, અમારો રશિયા સાથે લાંબા સમયથી સંબંધ છે અને તે બંને દેશો વચ્ચે સારો રહ્યો છે. અમારી પાસે સોવિયેત અને રશિયન મૂળના પર્યાપ્ત શસ્ત્રો છે. ચોક્કસ કારણોસર રશિયન હથિયારોમાં વધારો થયો છે, જેમાંથી સૌથી મોટું કારણ એ છે કે દાયકાઓથી પશ્ચિમી દેશોએ ભારતને શસ્ત્રો પૂરા પાડ્યા ન હતા. તે અમારી બાજુના લશ્કરી સરમુખત્યારો (પાકિસ્તાન)ને પસંદગીના ભાગીદાર તરીકે જોઈ રહ્યા હતા. આપણે આંતરિક રાજકારણમાં એવા નિર્ણયો લઈએ છીએ જે આપણા ભવિષ્ય અને વર્તમાન પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે. વિદેશ મંત્રીએ આડકતરી રીતે અમેરિકા પર નિશાન સાધ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code