માલદીવમાં હિન્દી ફિલ્મોનું શૂટિગ નહીં કરવા માટે WFICEની ફિલ્મ નિર્માતાઓને અપીલ
મુંબઈઃ માલદીવ વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈ (WFICE)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ પ્રેસ રિલીઝ દ્વારા, FWICEએ બધા ફિલ્મ નિર્માતાઓને માલદીવનો બહિષ્કાર કરવા કહયું છે. તેણે કહ્યું છે કે માલદીવમાં શૂટિંગ કરવાને બદલે ભારતમાં એવી કોઈ જગ્યાએ શૂટિંગ કરવું જોઈએ, તેમજ ભારતીય પ્રવાસના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
ફેડરેશને તેની અખબારી યાદીમાં લખ્યું છે કે, “માલદીવના ત્રણ મંત્રીઓ દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી પછી તણાવનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, મીડિયા અને ઉધોગમાં કામ કરતી કામદારો, ટેક્નિશિયન અને કલાકારોના સૌથી જૂના ફેડરેશન FWICEએ એક ફેસલો કર્યો છે. FWICE વિશ્વક સ્તરે સમ્માનિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે માલદીવના પ્રધાનોની બેજવાબદાર અને ખોટી ટિપ્પણીની નિંદા કરે છે અને માલદીવનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરે છે. FWICE તેના સભ્યોને માલદીવના સ્થળો પર શૂટિંગ કરવાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેના બદલે ભારતમાં અને અન્ય સમાન સ્થળોએ શૂટિંગ કરવાનું ટાળે છે. પ્રવાસનના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. આ સિવાય વિશ્વભરના નિર્માતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ માલદીવમાં કોઈ પણ પ્રકારનું શૂટિંગનું પ્લાન ન કરે. એમે બધા પીએમ અને રાષ્ટ્રની સાથે ઉભા છીએ.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપની કેટલીક તસવીરો પાસ્ટ કરી છે. આવી સ્થિતિમાં લોકોએ લક્ષદ્વીપ વિશે વધુ શોધવાનું શરૂ કર્યું. લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે જ્યારે ભારત જોડે આટલી સુંદર જગ્યા છે તો પછી બીજે કેમ જવાનું? માલદીવના મંત્રીઓને આ પસંદ આવ્યું નહી, અને તેમને વડાપ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરી. આવામાં સોલોબ્સ વડાપ્રધાન સમર્થનમાં બહાર આવ્યા અને લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. પરિણામએ આવ્યું કે ત્યાની સરકાર એ નેતાઓને સસ્પેન્ડ કરી દીધા