નવરાત્રી એટલી શું? સામાન્ય અને સરળ રીતે સમજો
આપણા સૌનો સૌથી પ્રિય તહેવાર અને સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી, આ સમયની રાહ લોકોતો એવી આતુરતાથી જોતા હોય છે જાણે એક તરસ્યો વ્યક્તિ પાણીની રાહ જોવે. પણ આજે નવરાત્રી વિશે આપણે વધારે જાણીશું.
નવરાત્રીને જો સામાન્ય અર્થમાં કહેવામાં આવે તો એવો તહેવાર કે જેમાં નવ દિવસ અને રાત માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા.
જો પહેલા દિવસની વાત કરવામાં આવે તો નવરાત્રી ના પહેલા દિવસે માતા શૈલપુત્રી ની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું અને હિમાલય રાજાની પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથ માં ત્રિશૂળ અને ડાબા હાથ માં કમળ નું ફૂલ છે. નવરાત્રી ના પહેલા દિવસ લાલ રંગનું મહત્વ હોય છે. નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના પૂજનનું પણ વિધાન છે. માં શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
નવરાત્રી દિવસોને લઈને એવુ પણ કહેવામાં આવે છે કે જે કોઈપણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે.
ઉલ્લેખનીય છે કે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં શક્તિએ 9 દિવસ યુદ્ધ કર્યું હતું. આ 9 દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પુજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.