એક તરફ રાહુલ ગાંધી સંસદમાં શાસક પક્ષને ઘેરી રહ્યા છે તો બીજી તરફ શાસકપક્ષ તરફથી પણ રાહુલને તેમની જ ભાષામાં જવાબ મળી રહ્યો છે.. મંગળવારે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને કંઇક એવો જવાબ આપ્યો કે વડાપ્રધાન મોદીએ પણ અનુરાગ ઠાકુરની પ્રશંસા કરીપીએમ મોદીએ તેમની પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપેલા ભાષણની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર કહ્યું, “આ ભાષણ મારા યુવા અને મહેનતુ સાથીદાર અનુરાગ ઠાકુરનું છે, જેને સાંભળવું જ જોઈએ. તે તથ્યોથી બનેલું છે. “આ ઇન્ડીયા ગઠબંધનની ગંદી રાજનીતિને છતી કરે છે.
“ગૃહમાં રાહુલ ગાંધીને અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ
ગૃહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કમળને હિંસા સાથે જોડ્યું હતું, જેના પર અનુરાગ ઠાકુરે પલટવાર કરતા કહ્યું હતું કે, “એક નેતાએ ઉભા થઈને કમળ પર કટાક્ષ કર્યો હતો, પરંતુ કમળનું બીજુ નામ રાજીવ પણ છે, તો શું રાજીવ ગાંધી પણ યોગ્ય નથી ?
આમ કહીને અનુરાગે રાહુલ ગાંધીના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધી તરફ ઈશારો કર્યો. તેમણે કહ્યું, “મને ખબર નથી કે તેમને કમળ સાથે શું વાંધો છે. રાજીવ પણ કમળનો પર્યાય છે. કદાચ તેઓ આ વાતથી વાકેફ નથી. જો તે હોત, તો મને પૂરી આશા છે કે કમળ વિશે આ પ્રકારનો અભિપ્રાય ન હોત.
અનુરાગ ઠાકુરે કહ્યું દેવી લક્ષ્મીનું આસન પણ કમળ છે, આપણું રાષ્ટ્રીય ફૂલ પણ કમળ છે. ભગવાન શિવની મૂર્તિ પણ પદ્માસનમાં મળી હતી..લોકમાન્ય તિલકે પણ પદ્માસનમાં સમાધિ લીધી હતી..આપ કમળની ચારે તરફ હિંસા છે તેવું કહીને માત્ર કમળનું જ નહીં ભગવાન શિવનું અને લોકમાન્ય તિલકનું પણ અપમાન કરી રહ્યા છો.