કેટલાક લોકોને સવારમાં ભૂખ્યા રહેવાની આદત હોય છે તો કેટલાક લોકોને સામાન્ય નાસ્તો ખાવાની આદત હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધનું જમે તો પણ તેને ક્યારેક તકલીફ થઈ જતી હોય છે જેમાં કોઈ જો સવારે નાસ્તો કરી લે તો બપોરે ભૂખ ન લાગે એવું પણ થતું હોય છે આવામાં લોકોએ જાણવું જોઈએ કે સવારમાં ભૂખ્યા પેટે શું નાસ્તો કરી શકાય જેથી શરીરમાં એનર્જી અને તંદુરસ્તી બની રહે અને બપોરનું જમવાનું પણ ન બગડે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તરબૂચની તો આ ફળ તે સવારના નાસ્તામાં સૌથી સારો વિકલ્પ છે, કારણ કે 90% પાણીથી બનેલું, આ ફળ શરીરને હાઇડ્રેશનની વિશાળ માત્રા પ્રદાન કરે છે. તે માત્ર ખાંડની તૃષ્ણાને અટકાવે છે પરંતુ તે ઓછી કેલરી પણ ધરાવે છે. તરબૂચ ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે અને તેમાં લાઈકોપીનનું ઉચ્ચ સ્તર હોય છે જે હૃદય અને આંખના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.
પલાળેલી બદામનો પણ ઉપયોગ કરી શકાય છે કારણ કે તેમાં રહેલા મેંગેનીઝ, વિટામિન ઈ, પ્રોટીન, ફાઈબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડથી ભરપૂર બદામનું સેવન શરીર માટે હંમેશા ફાયદાકારક હોય છે. ઉપરાંત, તેના ફાઇબર ચયાપચયને વેગ આપે છે અને પાચન તંત્રની સાથે આંતરડાની ગતિને યોગ્ય રાખે છે.
પપૈયામાં વિટામિન સી છે, જે શરીર માટે ઘણા કાર્યો કરે છે. આ સિવાય તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. પરંતુ પપૈયાની ખાસ વાત એ છે કે તેમાં ફાઈબર હોય છે જે આંતરડાની ગતિને નિયંત્રિત કરવા અને ચયાપચયને યોગ્ય રાખવા માટે એક સુપરફૂડ છે. ઉપરાંત, આખા વર્ષ દરમિયાન સરળતાથી ઉપલબ્ધ હોવાથી, પપૈયાને તમારા નાસ્તામાં સરળતાથી સામેલ કરી શકાય છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી