Site icon Revoi.in

આર્થરાઈટીસ થવા પાછળનું કારણ શું હોઈ શકે?જાણી લો તેનાથી બચવાના ઉપાય

Social Share

સંધિવાના સૌથી સામાન્ય પ્રકારોમાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસનો સમાવેશ થાય છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ સાથે સંકળાયેલા કેટલાક જોખમી પરિબળોમાં સંક્રમણ, ઈજા, ઉંમર, જીવનશૈલીનો સમાવેશ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલના ડેટા અનુસાર, તે 22 થી 29 ટકાના દર સાથે દેશમાં સૌથી વધુ વખત થતો રોગ છે.

ખરાબ જીવનશૈલી, ખરાબ પોસ્ચરના કારણે પણ આ રોગ થાય છે. જો તમે દિવસભર એક જ જગ્યાએ કામ કરો છો અને પોસ્ચર યોગ્ય ન હોય તો તેનાથી સાંધા પર તણાવ વધે છે. આવી સ્થિતિમાં રક્ત પરિભ્રમણમાં ઘણી વખત ઘટાડો થાય છે. જેના કારણે સ્નાયુઓમાં અકડાઈની સમસ્યા શરૂ થાય છે. સંધિવાથી શરીરના કોઈપણ ભાગના સાંધા અને હાડકામાં દુખાવો થઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં દર વર્ષે આ રોગના 10 મિલિયનથી વધુ કેસ નોંધાય છે. આ રોગની શરૂઆત સાંધામાં દુખાવો અને સોજાથી થાય છે, ધીમે ધીમે સ્થિતિ વધુ ખરાબ થવા લાગે છે. આનાથી દુખાવો, બળતરા, બેચેની, અકડાઈ જવું અને અસરગ્રસ્ત સાંધામાં ધીમે ધીમે નુકશાન થાય છે. જેનાથી હરવું ફરવું અને એક્ટિવ રહેવું મુશ્કેલ બને છે. આ સ્થિતિ સામાન્ય રીતે પગ, હાથ, ઘૂંટણ, હિપ્સ અને લોવર બેકને અસર કરે છે. તબીબોના મતે આર્થરાઈટીસની સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે. આ રોગને સામાન્ય ભાષામાં સંધિવા પણ કહેવાય છે.

એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારના સંધિવાના લક્ષણો અલગ-અલગ હોય છે. સાંધામાં દુખાવો અને સોજાથી થાય છે, ધીમે ધીમે સ્થિતિ વધુ ખરાબ થવા લાગે છે. આનાથી દુખાવો, બળતરા, બેચેની, અકડાઈ જવું અને અસરગ્રસ્ત સાંધામાં ધીમે ધીમે નુકશાન થાય છે.