Site icon Revoi.in

શરીરમાં ચરબી વધે તો શું-શું થઈ શકે? જાણો, ચેતી જાવ, અને કસરત શરૂ કરી દો

Westend61/Getty Images

Social Share

દરેક વ્યક્તિને ડોક્ટર તથા જાણકાર દ્વારા કહેવામાં આવતું હશે કે શરીરમાં મોટાભાગના સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં કેટલાક ભાગમાં ચરબીનું પ્રમાણ વધી જાય.જાણકારો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે શરીરમાં ચરબીનું વધારે પ્રમાણ એટલે હજારો પ્રકારની બીમારીઓને અને સમસ્યાઓને આમંત્રણ.

આવામાં જો વાત કરવામાં આવે ચરબીથી થતા નુક્સાન વિશે તો લોકોને તે વાત જાણવી જોઈએ કે શરીરમાં જો છાતીના ભાગમાં વધારે ચરબી જમા થઈ જાય તો તે હાર્ટ એટેક આવવાનું કારણ બની શકે છે. જ્યારે પણ પેટના ભાગમાં વધારે ચરબી જમા થવા લાગે ત્યારે માણસને વધારે લાગવા લાગે છે અને તેના કારણે હાર્ટબીટ પણ વધી જાય છે. હાર્ટ બીટ વધી જાય ત્યારે માણસને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે અને પછી મોટી સમસ્યાઓને આમંત્રણ આપી બેસે છે.

હેલ્થ એક્સપર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દ્વારા પેટના વધારા પર ધ્યાન દેવામાં આવે અને પેટના ભાગમાં વધતી ચરબીને રોકી લેવામાં આવે તો તે 90 ટકા બીમારીઓથી દુર રહી શકે છે અને સ્વસ્થ જીવન પણ જીવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી માટે એકત્રિત કરવામાં આવી છે અને તેના વિશે પુષ્ટિ કરવામાં આવતી નથી, તો જ્યારે પણ કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.