Site icon Revoi.in

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

Social Share

નવી દિલ્હી : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં સોમવારના દિવસે આજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે.પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં સંપન્ન થયો. આ કાર્યક્રમ બપોરે 12 વાગ્યેને 5 મિનિટે શરૂ થયો અને 12 વાગ્યે અને 55 મિનિટ સુધી ચાલ્યો.

રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની ભારત અને વિદેશોમાં રહેતા રામભક્તો અને સનાતનીઓ દિવાળીની જેમ મનાવી રહ્યા છે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમની ચર્ચા વિદેશોમાં પણ ખૂબ થઈ રહી છે. પાકિસ્તાનના અખબારોએ આને લઈને લખ્યું છે કે બાબરી મસ્જિદને તોડીને બનાવવામાં આવેલા રામમંદિરમાં આજે પીએમ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાની અખબાર ધ ડૉને એક ઓપિનય લેખ દ્વારા જણાવ્યુ છ કે જ્યાં પહેલા પાંચ સદી જૂની બાબરી મસ્જિદ હતી, હવે ત્યાં રામમંદિર બની રહ્યું છે. રામમંદિરની ચારે તરફ વેટિકન સિટી જેવું શહેર બનાવવાની તૈયારી છે. આ લેખ પરવેઝ હુદભોયે લખ્યો છે.

લેખમાં પરવેઝ હુદભોયે લખ્યુ છે કે હિંદુત્વનો સંદેશ બે વર્ગોને ટાર્ગેટ કરે છે. પહેલું છે- ભારતના મુસ્લિમ, જે પ્રકારે પાકિસ્તાન પોતાની હિંદુ વસ્તીને ઓછા અધિકારોવાળા બીજા દરજ્જાના નાગરિકો તરીકે જોવે છે, તેવી રીતે ભારતમાં મુસ્લિમોને પણ એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં કે તે એ આક્રમણકારીઓની અવાંછિત સંતાન છે, જેમણે એક પ્રાચીન ભૂમિને બરબાદ કરી દીધી અને તેના મહિમાને લૂંટી લીધો. લેખમાં કહેવામાં આવ્યું છે કે નવા ભારતમાં હવે ધાર્મિક સાંપ્રદાયિકતા ઘૃણાની જેમ માનવામાં નહીં આવે.

પાકિસ્તાની અખબારે લખ્યુ છે કે માર્ચ-2023માં જયશ્રી રામના સૂત્રો લગાવતી ભીડે એક સદી જૂની મદરસા અને પ્રાચીન લાયબ્રેરી બાળી દીધી હતી. 12મી સદીમાં મુસ્લિમ આક્રમણકારી, બખ્તિયાર ખિલજીએ નાલંદા યુનિવર્સિટીને આગને હવાલે કરી દીધી હતી. તેમાં ત્યાંની વિશાળ લાયબ્રેરી બળીને ખાખ થઈ ગઈ. અખબારે લખ્યું છે કે હિંદુત્વવાદીઓનું મદરસા અને લાયબ્રેરી સળગાવવું જેવા સાથે તેવા-વાળી વાત હતી.

લેખમાં હિંદુત્વના બીજા ટાર્ગેટનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યુ છે કે બીજો સંદેશ ભાજપના વિપક્ષ, કોંગ્રેસ માટે છે કે તેઓ ધર્મનિરપેક્ષતાને છોડીને ધાર્મિક પીચ પર આવે અને ભાજપની સાથે રમે. જો તેઓ આમ નહીં કરે, તો હિંદુ વિરોધી તરીકે જોવામાં આવશે.

પાકિસ્તાનના એક અન્ય અખબાર પાકિસ્તાન ટુડેએ લખ્યુ છે કે સોમવારે આ સ્થાન પર એક વિશાળ મંદિરનું ઉદ્ઘાટન થશે, જેને લાખો ભારતીય રામનું જન્મસ્થાન માને છે. મંદિરનું નિર્માણ ગત 35 વર્ષોથી થઈ રહ્યું છે. મોદીની હિંદુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ મંદિર નિર્માણનો વાયદો પૂર્ણ કર્યો હતો અને આ તેમના માટે હંમેશાથી એક રાજકીય મુદ્દો રહ્યો છે, જેણે પાર્ટીને સત્તામાં આવવા અને અહીં બનેલા રહેવામાં મદદ કરી છે.

અખબારે આગળ લખ્યું છે કે હિંદુ સમૂહ અયોધ્યામાં ઉદ્ગાટન સમારંભના સદીઓથી મુસ્લિમ અને ઉપનિવેશક શક્તિઓને આધિન રહ્યા બાદ હિંદુ જાગૃતિ તરીકે ચિત્રિત કરી રહ્યા છે. સમારંભને મેમાં થનારી લોકસભા ચૂંટણી માટે પીએમ મોદીના ચૂંટણી અભિયાનની આભાસી શરૂઆત તરીકે પણ જોવાય રહ્યું છે.

અખબારે લખ્યું છે કે દશકાઓ સુધી મંદિર સ્થાન વિવાદનું કેન્દ્ર રહ્યું, કારણ કે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ જ આના પર પોતાના દાવા કરતા રહ્યા છે.1992માં હિંદુની ભીડે 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને તોડી નાખી હતી. ભારતના બહુમતી હિંદુઓનું કહેવું છે કે આ સ્થાન ભગવાન રામનું જન્મસ્થાન છે અને 1528માં મુસ્લિમ મુઘલોએ એક મંદિરને તોડીને બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. 2019માં સુપ્રીમ કોર્ટે જમીન હિંદુઓને સોંપી અને મુસ્લિમોને અલગ પ્લોટ આપવાનો આદેશ કર્યો હતો.

રામમંદિરની વિશાળતાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની અખબારે લખ્યુ છે કે મંદિર 2.67 એકરમાં બનાવાય રહ્યું છે, તેનું પરિસર 70 એકરમાં ફેલાયેલું છે. માનવામાં આવે છે કે ડિસેમ્બર-2025માં મંદિર સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ જશે. અનુમાન છે કે મંદિર બનાવવામાં 15 અબજ રૂપિયાનો ખર્ચ થશે.

ઈસ્લામિક દેશ કતરના ટીવી નેટવર્ક અલજજીરાએ શું કહ્યુ?

કતર સ્થિત ટીવી નેટવર્ક અલઝઝીરાએ એક ઓપિનિયન લેખમાં જણાવ્યું છે કે ભારતની ધર્મનિરપેક્ષતા ભગવા રાજનીતિના પહાડ નીચે દબાઈ ગઈ છે. ભારતની રાજનીતિ પર રાજકીય ટીપ્પણીકાર ઈન્સિયા વાહન્વતિએ કહ્યુ છે કે ધર્મનિરપેક્ષ ભારતના કોઈ વડાપ્રધાનનું મંદિરનું ઉદ્ઘાટન કરવું અયોગ્ય છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદનો વિધ્વંસ આજે પણ મુસ્લિમો માટે દુખદાયી છે. વિધ્વંસ બાદ થયેલા હુલ્લડોમાં જે લોકો માર્યા ગયા, આપણામાંથી ઘણાં લોકોને આજે પણ તે યાદ છે. રાજકીય વાયદા કરવામાં આવ્યા કે મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે. પરંતુ આવું ક્યારેય થયું નહીં.

નેપાળી અખબારની ટીપ્પણી-

નેપાળના મુખ્ય અખબાર ધ કાઠમંડૂ પોસ્ટે પોતાના અહેવાલમાં લખ્યુ છે કે મંદિરના ઉદ્ઘટાનમાં ભગવાન રામથી પણ વધારે જે વ્યક્તિ લાઈમલાઈટ લઈ રહ્યા છે, તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. તેઓ ભારતના ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ગણરાજ્યના વડાપ્રધાન છે. અખબારનો આરોપ છે કે ભારત ધર્મનિરપેક્ષતાના પોતાના સિદ્ધાંતોથી ઘણું દૂર થઈ ચુક્યું છે અને અયોધ્યામાં ભારતની ધર્મનિરપેક્ષતા માટીમાં મળી ગઈ છે.