રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણયને લઈને શું માની રહ્યાં છે નિષ્ણાંતો, જાણો…
નવી દિલ્હીઃ દેશમાં નરેન્દ્ર મોદી સરકારે બ્લેકમની, ટેરરફંડિગ અને નકલી નોટોના રેકેટને તોડી પાડવા માટે વર્ષ 2016માં રૂ. 500 અને 1000ની નોટો ચલણમાંથી પરત ખેંચી હતી. જેથી દેશ વિરોધી પ્રવૃતિઓ ઉપર અકુંશ આવ્યો હતો. બીજી તરફ આરબીઆઈએ નવેમ્બર 2016 બાદ જનતાને હાલાકી ના પડે તે માટે ક્રમશઃ રૂ. 500, 2000, 200, 1000, 50, 20 અને 10ની નવી નોટ ચલણમાં મુકી હતી. આ નોટનું ડુપ્લીકેશન ના થાય તે માટે વિશેષ ધ્યાનમાં પણ રાખવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારાઓને સરકારે ફરી એકવાર મરણ ફટકો માર્યો હોય તેમ રૂ, 2000ની નોટ ચલણમાંથી પરત લેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આર્થિક નિષ્ણાંતોના મતે આરબીઆઈના આ નિર્ણયથી દેશ વિરોધી પ્રવત્તિ ઉપર મહંદ અંશે કાબુ મેળવી શકાશે. આરબીઆઈના નિર્ણયને લઈને આર્થિક નિષ્ણાંતો શુ માની રહ્યાં છે આવો જાણીએ…
કાળા નાણા પર સરકારનો ફરી હુમલોઃ તાજેતરની ઘટનાઓ પર નજર કરીએ તો, લોકો હવે કાળું નાણું રાખવા માટે 2,000 રૂપિયાની નોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. સરકાર પણ આ વાત સ્વીકારે છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર મોદીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. આરબીઆઈએ ચારેક વર્ષ પહેલા જ બે હજારની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય લોકો પાસે હવે 2000ની બહુ ઓછી નોટો બચી હતી, પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો છે જેમણે આ 2000ની નોટોનો ઉપયોગ કાળા નાણા તરીકે રાખવા માટે શરૂ કર્યું હતું. હવે જ્યારે આરબીઆઈએ આ નોટો બંધ કરવાની જાહેરાત કરી છે, ત્યારે સ્પષ્ટ છે કે ફરી એકવાર કાળું નાણું મોટા પાયે બહાર આવશે. જે લોકો તેમને બેંકોમાં કન્વર્ટ કરવા જશે, સરકાર તેમના પર નજર રાખશે. જો કોઈની પાસે બે હજારની નોટો વધુ હશે તો તે સીધો ED અને RBIના રડારમાં આવશે.
આતંકવાદ અને મની લોન્ડરિંગ પર પણ લાગશે બ્રેકઃ 2016માં જ્યારે 500 અને હજારની નોટો બંધ કરવામાં આવી ત્યારે આતંકીઓના ફંડિંગમાં મોટો બ્રેક આવ્યો હતો. એ જ રીતે મની લોન્ડરિંગ પણ બંધ થઈ ગયું. ધીમે ધીમે આ કામમાં બે હજારની નોટોનો ઉપયોગ થવા લાગ્યો. હવે આ દ્વારા સરકારે ફરી એકવાર આતંકવાદીઓના ફંડિંગ અને મની લોન્ડરિંગ પર જોરદાર પ્રહારો કર્યા છે.
નકલી નોટો છાપવા પર અંકુશ: આરબીઆઈના નિર્ણયથી બજારમાંથી 2000 રૂપિયાની તમામ નકલી નોટો પણ સાફ થઈ જશે. આ ઉપરાંત નકલી નોટોના છાપકામ પર પણ મોટા પ્રમાણમાં રોક લગાવવામાં આવશે.