કેટલાક લોકો એવુ માને છે કે ટેટુ કરાવવાથી તેઓ મોડર્ન અને વધારે સુંદર દેખાશે, આ કારણોસર તો લોકો પોતાના આખાને આખા શરીર ટેટૂથી રંગી નાખે છે. જો કે આ દરેક વ્યક્તિની ઈચ્છાનો વિષય છે પણ જો આને અલગ રીતે જોવામાં આવે તો ખબર પડે કે ટેટૂથી કેટલાક પ્રકારના નુક્સાન પણ થાય છે.
કેટલાક લોકો પોતાને વધારે સુંદર અને આકર્ષિત બતાવવા માટે એવા જાત જાતના ટેટૂ કરાવતા હોય છે કે પણ તે લોકોને ટેટૂની ગંભીર સમસ્યાઓ વિશે જાણ હોતી નથી. એવુ પણ સાંભળવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ટેટૂ કરાવી લે છે ત્યાર પછી તે રક્તદાન કરી શકતો નથી. આ પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હોઈ શકે છે.
ટેટૂ જે હોય છે તે હંમેશા શરીરની સ્કિન પર બનાવવામાં આવે છે, તો આ બાબતે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે છે કે શરીર પર ટેટૂ બનાવ્યા પછી સ્કિન કેન્સર થવાનું જોખમ વધી શકે છે. જો કે આજ સુધી આ વાત સાબિત થઇ નથી, પરંતુ ટૂટૂની ઇંકમાં કેટલાક હાનિકારક તત્વો હોય છે જે સ્કિન કેન્સર થવાનું કારણ બની શકે છે. કાળી ઇંકમાં બેન્ઝો પાઇરીનનું લેવલ વધારે હોય છે. આ કારણે તત્વ ઘાતક કેન્સરકારીક હોઇ શકે છે. શરીર પર ટેટૂ બનાવતી વખતે લોહીમાંથી ફેલાતી બીમારીઓનો ખતરો વધી શકે છે. આ પાછળનું કારણ સોય એકબીજા પાસે શેર કરવાનું હોઇ શકે છે. ટેટૂ બનાવતી વખતે સાફ-સફાઇ, રંગો અને ટેટૂ બનાવનાર વ્યક્તિને ગ્લબ્સ પહેરવાના હોય છે અને આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવુ પડે છે.
આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. જો કે આપણને બધાને એ પણ ખબર છે કે ટેટૂથી સુંદર બનવા કરતા મનથી અને તનથી સુંદર બનશો તો વધારે સારુ રહે છે. આપણા દેશના મહાન વૈજ્ઞાનિકમાંથી એક એવા એપીજે અબ્દુલ કલામએ પણ કહ્યું છે કે જ્યારે તમે પોતાના હાથ બીજાને આપો છો ત્યારે તમે સાચેમાં સુંદર બનો છો.