વાસ્તુ પૂજન કરાવવાથી શું મળે છે? શું ફાયદો છે? તો આજે જાણો
ઘણા લોકોના મોઢે સાંભળ્યુ હશે કે તે લોકો પોતાના ઘરમાં વાસ્તુની પૂજા કરાવતા હોય છે. લોકો માને છે કે જીવનમાં જે શ્વાસ જરૂરી છે, ખાવા પિવાનું જરૂર છે એમ આ પણ જરૂર છે, ત્યારે જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો.
મહત્વપૂર્ણ કાર્યો જેવા કે અનુષ્ઠાન, ભૂમિ પૂજન, જમીન ખનન, કૂવા ખનન, શિલાન્યાસ, ગૃહ પ્રવેશ જેવા પ્રસંગે વાસ્તુ દેવની પૂજા કરાય છે. ઘરના કોઈપણ ભાગને તોડીને ફરી બનાવવાથી વાસ્તુ ભંગ દોષ લાગે છે. આ દોષને દૂર કરવા માટે વાસ્તુ પૂજન થાય છે. જો તમને લાગતું હોય કે વાસ્તુ દોષના કારણે તમારા ઘરમાં અશાંતિ, ધનનું નુકસાન, રોગ થઈ રહ્યા છે વાસ્તુ પૂજન કરાવી લેવું જોઈએ. કોઈપણ શુભ દિવસ કે રવિ પુષ્ય યોગના દિવસે વાસ્તુ પૂજા કરાવી શકાય.
વાસ્તુનો અર્થ છે એક એવું સ્થળ જ્યાં ભગવાન અને મનુષ્ય એકસાથે રહે છે. આપણું શરીર જે પંચતત્વોનું બનેલું છે, તે જ તત્વો સાથે વાસ્તુનો સંબંધ છે તેમ માનવામાં આવે છે. ક્યારેક એવું થાય છે આપણું ઘર આપણાં શરીર માટે અનુકૂળ નથી હોતું અને આ જ બાબત આપણને પ્રભાવિત કરે છે. અને આને જ વાસ્તુદોષ કહેવાય છે.
વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે આપણા ઘર અને કાર્યસ્થળે સમૃદ્ધિ, માનસિક શાંતિ અને ખુશી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. વાસ્તુ આપણી ચારે તરફ રહેલી વિવિધ ઉર્જાને આ પ્રકારના કવરમાં પરોવે છે, જેથી વ્યક્તિ સદભાવમાં રહી શકે.