હિન્દુ ધર્મ એટલે કે સનાતમ ધર્મ, એટલો વિશાળ ધર્મને જેના મૂળ સુધી પહોંચવુ આજના સમયના માનવી માટે તો તે અશક્ય બરાબર છે. સનાતન ધર્મમાં જન્મ પહેલાની અને મૃત્યુ પછીની વાતો પણ કહેવામાં આવી છે. જેના વિશે જો આપણે વધારે વાત કરવામાં આવે તો એવુ કહેવાય કે જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય તેનો પુનર્જન્મ નિશ્ચિત છે. એથી અપરિહાર્ય છે તેના પર શોક શાને કરવાનો-ભાગવત ગીતા.
બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત ભાષાના સંશોધનકર્તા ઑસ્કર પુજોલે મીડિયાને જણાવ્યું કે “પ્રાચીન ભારતીય દર્શન અને વિચારોમાં કર્મ અને પુનર્જન્મ વિશે પૂર્ણ સહમતિ છે.”
તેઓ કહે છે કે “પ્રાચીન ભારતીય પરંપરામાં તેનો એટલો સહજ રીતે સ્વીકાર થયેલો છે કે તેના માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર રહેતી નથી અને તે વાત જરાક નવાઈની લાગશે.”
દુનિયાભરમાં હિન્દુ ધર્મનું પાલન કરનારા 90 કરોડ લોકો છે અને ભારત તથા નેપાળ હિન્દુ બહુમથી ધરાવતા રાષ્ટ્રો છે.
મીડિયાના ધાર્મિક વિભાગના જણાવ્યા અનુસાર, “અન્ય ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં કોઈ એક સ્થાપક, એક ધર્મ ગ્રંથ કે એક સમાન ઉપદેશ નથી.”
એક રીતે જોઈએ તો “તે વિશ્વનો સૌથી જીવંત ધર્મ છે” અથવા કહી શકીએ કે હજારો વર્ષથી તે પળાતો આવ્યો છે. હાલના પાકિસ્તાનમાં સિંધુ ખીણમાં તે ઉત્પન્ન થયો હતો અને જૈન, બૈદ્ધ અને શીખ પરંપરા તેની સાથે જ જોડાયેલી છે.
ઘણા વિદ્વાનો હિન્દુ ધર્મને “જીવન જીવવાની પદ્ધતિ” અથવા “જુદા જુદા પંથોનો એક પરિવાર” એવી રીતે પણ વર્ણવે છે.