- મચ્છરોનું પણ છે મહત્વ
- આ કારણથી કામ આવે છે મચ્છર
- મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો
દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી તો શું થાય?
મચ્છર ગાયબ થવાથી બિમારી નહીં રહે સાંભળવું સારું છે પરંતુ મચ્છર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મચ્છર ઘણી પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. મચ્છર એ ઇકોસિસ્ટમનો એક ભાગ છે જ્યાં સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખે છે.
વિશ્વમાં અબજો મચ્છરો છે જે અન્ય પ્રાણીઓ માટે ખોરાક છે. જો કે અત્યાર સુધી એવો કોઈ જીવ મળ્યો નથી કે જેનો ખોરાક માત્ર મચ્છર જ હોય, તો પછી મચ્છર એ ખોરાકની સાંકળનો મુખ્ય ભાગ છે. પાણીમાં રહેનારા મચ્છર એ ઘણી માછલીઓનો પ્રિય ખોરાક છે. દેડકા, ડ્રેગનફ્લાય, કીડી, કરોળિયા અને અન્ય પ્રાણીઓના આહારનો મોટો હિસ્સો મચ્છર બનાવે છે. મચ્છરોનું અદૃશ્ય થવું એ જાણે વિશ્વ માંથી ચોખાનું ગાયબ થવા જેવું જ હશે. આ ઉપરાંત, નર મચ્છર છોડમાં પરાગનયન પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ફાળો આપે છે. વૈજ્ઞાનિકો ખતરનાક મચ્છરો પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે નિશ્ચિત નથી કે ઉકેલ તેમને ક્યારે મળશે.
મચ્છરએ જંતુ જૂથના જીવો છે. તેઓ માખીઓ જેવા ઉડતા જીવો છે જેમાં પુખ્ત મચ્છર અને મચ્છરના લારવા સંપૂર્ણપણે અલગ દેખાય છે. પુખ્ત મચ્છરને મધમાખીની જેમ ચાર નહીં પણ બે પાંખો હોય છે. મચ્છરોની ઘણી પ્રજાતિઓ છે જે તેમના ઇંડા મૂકવા માટે પ્રાણીઓ અને માણસોને કરડે છે અને લોહી ચૂસે છે.
આપણે જેને મચ્છર કહીએ છીએ તે વાસ્તવમાં 3500 વિવિધ પ્રકારના જંતુઓ છે અને બધા અલગ અલગ રીતે વર્તે છે. મોટાભાગના મચ્છરો રાત્રે સક્રિય હોય છે અને ઘણા દિવસ દરમિયાન સક્રિય હોય છે. બધા લોકો જાણતા નથી કે માત્ર માદા મચ્છર જ કરડે છે. કારણ કે તેમને ઈંડા મૂકવા માટે લોહીની જરૂર પડે છે. તે જ સમયે, નર મચ્છર છોડનો રસ પીવે છે.