ચાંદીમાં જો ખાદ્ય વસ્તુઓને રાખો તો શું થાય? જાણો
કેટલીક હોટલ તથા રેસ્ટોરેન્ટમાં લોકોને ચાંદીની પ્લેટમાં ભોજન આપવામાં આવે છે. પણ મોટાભાગના લોકોને આ પાછળનું કારણ જાણ હશે નહીં. ચાંદીમાં ખાદ્ય વસ્તુઓને રાખવા પાછળ પણ એક કારણ છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
વાત એવી છે કે ઠંડા પીણા કે જ્યુસનો સ્વાદ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોવ તો તેને હંમેશા ચાંદીના વાસણમાં ફ્રીજમાં રાખો. આયુર્વેદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ફ્રીજમાં અથાણું કયા વાસણમાં રાખવું જોઈએ. એવું કહેવાય છે કે તેને હંમેશા કાચના વાસણમાં સંગ્રહિત કરવું જોઈએ. આજકાલ બજારમાં પ્લાસ્ટિકના બોક્સમાં અથાણાં આવે છે, પરંતુ તમારે આ માટે કાચનું વાસણ પસંદ કરવું જોઈએ.
મોટાભાગના ફળો દરેક ઘરના ફ્રીજમાં સંગ્રહિત હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદમાં તેમને પણ તાજા રાખવાની ટેકનિક જણાવવામાં આવી છે. તમારે પાંદડાઓમાં લપેટી ફળોનો સંગ્રહ કરવો પડશે. ઘણીવાર લોકો બજારમાંથી લાવેલું ઘી એક જ પેકેટમાં રાખે છે અને જરૂરિયાત પ્રમાણે તેને ફ્રીજમાંથી બહાર કાઢી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘી એક વખત ગરમ કરીને લોખંડના વાસણમાં રાખવું શ્રેષ્ઠ છે. આયુર્વેદમાં તેના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.