Site icon Revoi.in

કોઈ એક જ વાત કે વિષય પર વધારે પડતું વિચાર્યા કરવાથી શું થાય છે? જાણો

Social Share

જીવનમાં દરેક લોકો પોતાની ક્ષમતા અનુસાર વિચારતા જ હોય છે. દરેક લોકો પોતાના જીવનમાં વિચારોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેતો હોય છે ત્યારે જો વાત કરવામાં આવે એવા લોકોની કે વધારે પડતું વિચારે છે તો તે લોકો આ ખોટું કરી રહ્યા છે. મનોચિકિત્સકના દ્રષ્ટિકોણ અનુસાર કોઈ પણ વસ્તુ વિશે નિર્ણય લેતા પહેલા અનેક પ્રકારના વિચાર મનમાં આવે છે અને તે ખોટું નથી, ક્યારે વિચાર કરીને લીધેલા નિર્ણય પણ ખોટા સાબિત થતા હોય છે અને ક્યારે વિચાર્યા વગર લીધેલા નિર્ણય પણ સાચા સાબિત થતા હોય છે.

આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જે લોકો ખુબ વિચારતા હોય છે તે લોકોમાં એવી સમસ્યા સર્જાતી હોય છે કે,એક જ વિષય પર વધારે વિચાર્યા કરવાથી તેમના જીવનના અન્ય નિર્ણયો વિશે તેઓ વિચાર કરી શકતા નથી, અને એક વિષય પર વિચાર કર્યા રાખવાના કારણે અન્ય 90 ટકા નિર્ણયો ખોટા સાબિત થતા હોય છે.

કોઈ પણ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવાથી મનની વિચારવાની શક્તિ તો ખીલે છે પરંતુ જો વાત કરવામાં આવે તેના વિશેની સટીકતાની તો તેના વિશે કોઈ પણ વ્યક્તિ કોઈ દાવો કરી શકતું નથી. ઉલ્લેખનીય છે કે ક્યારેક એવું પણ થાય છે કે વધારે સમય વિચાર કર્યા રાખવાથી જે વિષય પર વિચાર કરતા હોય તે કામ થઈ શકતું નથી.

જો કે આ માત્ર જાણકારોનો અભિપ્રાય છે, આ બાબતે કોઈ દાવો કે પુષ્ટિ કરવામાં આવતી નથી.કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.