Site icon Revoi.in

ફટાકડા ફોડવાને બદલે ખાવામાં આવે તો ? આ વર્ષના દિવાળી પર્વ પર દિલ્હીમાં ફટાડકાના શેપની મીઠાઈનું આકર્ષણ

Social Share

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદુષણ હંમેશા મોખરે રહે છે ખાસ કરીને દિવાળઈમાં ફટાકડા ફોડવા પર અહી પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે કારણ કે અહીના લોકોનું શ્વાસ લેવું પણ મુશ્કેલ બને છે, ત્યારે આ વખતે પણ લોકો ફટાકડા ફોડી શકશે નહી પરંતુ દિલ્હી વાસીઓએ નવો જુગાડ કરી દીધો છે ફટાકડા ફોડશે તો નહી પણ ખાશે એ વાત ચટોક્કસ, જી હા તમને સાંભળીને નવાઈ લાગશે કે ફટાકડા તો કંઈ ખવાતા હશે, પણ અમે વાત કરી રહ્યા છે મીઠાઈઓની દિલ્હીમાં ફટાકડાના શેપની મીઠાઈઓનું ઘૂમ વેચાણ થઈ રહ્યું છે,લોકો માટે આ મીઠાઈ આકર્ષણ બની હગી છે.

બજારોમાં ફટાકડાના આકારમાં બનેલી મીઠાઈઓ જોવા મળી રહી છે. જે કાજુ, પિસ્તા, બદામમાંથી બનાવવામાં આવે છે જો તેના ભાવની વાત કરીએ તો તે  16 હજાર રુપિયે કિલોના ભાવે વેચાય છે. આ મીઠાઈઓને ફટાકડાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

જો મીઠાઈના શેપની વાત કરીએ તો કેટલીક મીઠાઈ ઓ સપતરી બહોમ્કેબના શેપમાં, રોકેટના શેપમાં ,ફૂલઝડીવના શેપમાં જોવા મળી છે.ટ કેટલીક સ્પાર્કલરના રૂપમાં અને કેટલીક સીકોના રૂપમાં પણ મીઠાઈ બનાવામાં આવી છે. આ મીઠાઈ ફટાકડાના રૂપમાં બનાવવામાં આવે છે જે બાળકો અને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

આ મીઠાઈ જ્યાં મળે છે તેમને કંઈક અલગ કરવાના વિચારે ફટાકડાના શેપની મીઠાઈ બનાવાનું શરુ કર્યું જે દરવર્ષે આ પ્રકારની મીઠાઈ ઓ બનાવે છે.આ મીઠાઈઓ અન્ય મીઠાઈઓની સરખામણીમાં થોડી મોંઘી હોય છે.

મહત્વની વાત એ છે કે આ દરેક ફટાકડાના શેપની મીઠાઈ પર આબેહૂબ પેપર પર લગાવામાં આવ્યા છે જે પહેલી નજરે તો ફટાકડા જ લાગે ત્યાર બાદ ખબર પડે કે આ મીઠાઈ છે.હાલ દિલ્હીના બજારમાં આ મીઠાઈ ખૂબ વેચાી રહેલી મીઠાઈઓમાંની એક છે.