વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ડ્રોમાં પરિણામે તો ?, ભારતીય ટીમને સતાવતો સવાલ
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે તા. 18થી 22મી જૂન સુધી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમશે. જો કે, આ ફાઈનલને લઈને આઈસીસી દ્વાગા જાહેર કરનારા નિયમોની ભારતીય ટીમ રાહ જોઈ રહી છે. સાઉથમ્પટનમાં રમાનારી આ મેચ ડ્રો થાય અથવા વરસાદના કારણે રદ થાય તો તેવા સવાલોથી ભારતીય ટીમ મુઝવણમાં મુકાઈ છે.
બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય ટીમ અત્યારે પ્લેઈંગ કંડિશન એટલે કે મેચ સાથે જોડાયેલી પરિસ્થિતિઓ સંબંધી નિયમો અને શરતોની રાહ જોઈ રહી છે. આગામી દિવસોમાં આ નિયમોમાં જાહેર કરવામાં આવશે. ટીમના સંપર્કમાં રહેનારા એક અધિકારીના જણાવ્યા અનુસાર આ એક અને દ્રીપક્ષીય સિરીઝ અથવા ટેસ્ટ મેચ નથી. જેથી હમારે મેચની સ્થિતિ અને સમસ્યા આવે તો તેના સમાધાન માટે વિચારવું જરૂરી છે. અમે ત્રણ વાતનું સમાધાન ઈચ્છી રહ્યાં છીએ. તેમણે ઉમેર્યું હતું કે મેચ ડ્રો થાય, ટાઇ થાય કે બંને ટીમમાંથી એક ટીમની એક ઇનિંગ્સ પૂરી થઈ ન હોય અને મેચ ધોવાઈ જાય તો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આઇસીસી આગામી દિવસોમાં તેના અંગે જણાવશે પણ તેના અંગેની ચોક્કસ તારીખ હજી સુધી જાહેર કરી નથી.
ભારતીય ક્રિકેટ ટીમ સાઉથમ્પટનમાં પણ ક્વોરન્ટીન રહેશે. ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિનાની શરૂઆતમાં લંડન પહોંચ્યા બાદ તુરંત જ સાઉથમ્પટન જવા માટે રવાના થશે. ભારતીય ક્રિકેટ ટીમ એજિયાસ બાઉલમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વચ્ચે ટેસ્ટ દરમિયાન ક્વોરન્ટીન રહેશે.