Site icon Revoi.in

જો તમારા બાળકો આ પ્રકારે વર્તન કરે છે? તો સમજો કે લાડની તેના પર ખોટી અસર થઈ રહી છે

Social Share

બાળકોને જ્યારે હદ કરતા વધારે લાડ કરવામાં આવે ત્યારે તેને કેટલીક ખોટી આદતો પણ પડી જતી હોય છે. આ આદતો વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તેના પર વધારે ધ્યાન આપવામાં આવે. જો બાળકોને લાડની ખોટી આદત પડી છે તે જાણવું છે તો તેના વર્તન પર ધ્યાન આપો અને જાણો કે તેના પર લાડની ખોટી અસર થઈ છે કે નહીં.

બાળકો પર લાડની ખોટી અસર થઈ છે કે નહીં તે જાણવું હોય તો ધ્યાન રાખો કે બગડેલા બાળકની સૌથી મોટી ખામી એ છે કે તે ક્યારેય તેની ભૂલ સ્વીકારતા નથી, ભલે તે તેની ભૂલ હોય. આવા બાળકો ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા નથી અને તેના માટે બીજાને દોષ આપે છે. આ ઉણપ સૌથી વધુ બગડેલા બાળકમાં જોવા મળે છે.

આ ઉપરાંત જે બાળકો પર લાડની ખોટી અસર થઈ હશે તે બાળકોમાં તે વર્તન પણ જોવા મળશે કે બાળક ક્રોધ બતાવવાનું શરૂ કરે છે.આવા બાળક ક્યારેય વસ્તુઓને સમજી શકતા નથી અને હંમેશા પોતાની વાત ઉપર મૂકે છે. આવા બાળકો હંમેશા ક્રોધ બતાવવામાં પ્રથમ હોય છે.

જે બાળકો લાડમાં મોટા થાય છે, તેમને લાગે છે કે દુનિયા તેમની આસપાસ ફરે છે. લાડથી બનતા બાળકો ઘણીવાર લોકોની નજરમાં રહેવા માંગે છે. તેમને લાગે છે કે લોકો સતત તેમને પૂછતા રહે છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.