એક્ટિવ ચારકોલ શું છે? જાણો કેવી રીતે ચહેરા પર ચમક લાવે છે, ઘરે જ બનાવો આ ફેસ પેક
ઉનાળામાં આપણી ત્વચા ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. ધૂળ, પ્રદૂષણ અને વધુ પડતા પરસેવાના લીધે ચહેરા પર ખીલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આ બધી સમસ્યાઓનું સમાધાન એક્ટિવેટેડ ચારકોલમાં રહેલુ છે.
એક્ટિવ ચારકોલ એ કાર્બનનો એક પ્રકાર છે જે ખાસ કરીને તેના શોષક ગુણવત્તાને વધારવા માટે બનાવવામાં આવે છે. નારિયેળના શેલ, વાંસ અથવા બીજા કુદરતી સ્ત્રોતોમાંથી બનાવવામાં આવે છે.
તેની બનાવટમાં ઘણા નાના છિદ્રો છે તેને તેના પોતાના વજન કરતા અનેક ગણા પ્રદૂષકો અને ઝેરી પદાર્થોને શોષવામાં સક્ષમ કરે છે.
• ચહેરા પર નિખાર કેવી રીતે લાવે છે એક્ટિવેટેડ ચારકોલ?
એક્ટિવેટેડ ચારકોલનું મુખ્ય કાર્ય ત્વચાના રોમછિદ્રો માંથી ગંદકી, તેલ અને અન્ય અશુદ્ધિઓને ખેંચીને બહાર નિકાળવાનું છે. આ ત્વચાને અંદરથી સાફ કરે છે. તેનાથી ચહેરા પર એક સ્વસ્થ અવે પ્રાકૃતિક ચમક આવે છે. ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યામાં પણ આ ખૂબ અસરકારક છે.
આ DIY એક્ટિવેટેડ ચારકોલ ફેસ પેક માટે 1 ચમચી એક્ટિવેટેડ ચારકોલ પાવડર, 2 ચમચી એલોવેરા જેલની જરૂર પડશે જે ત્વચાને શાંત અને મોઇશ્ચરાઇઝ કરવા માટે કામ કરે છે, અને ટી ટ્રી ઓઇલના થોડા ટીપાં જેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાની સમસ્યાઓથી રાહત આપે છે.
એક સાફ કટોરીમાં એક્ટિવેટેડ ચારકોલ પાવડર, એલોવેરા જેલ અને ટી ટ્રી ઓઈલને સારી રીતે મિલાવીને એક સમાન પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર એક સમાન લેયરમાં લગાવો અને પછી તેને તમારા ચહેરા પર 10-15 મિનિટ માટે રહેવા દો.