નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને ફ્રેન્ડશોરિંગ પર ભાર મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય મુદ્દાઓ, કરની ધારણાઓ,આપૂર્તિ શૃંખલાના લચીલાપણાની તથા ભારત-અમેરિકા સહયોગ સહિત પારસ્પરિક હિતના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ બેઠકમાં એક મુદ્દો જે ખાસ ચર્ચવામાં આવ્યો હતો તે છે, “ફ્રેન્ડ- શોરિંગ”.
જાણો શું છે ફ્રેન્ડશોરિંગ જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે…..
ફ્રેન્ડશોરિંગ:
ફ્રેન્ડશોરિંગ એ એક રણનીતિ છે, જેમાં એક દેશ કાચા માલ, તેના ઘટકો અને ઉત્પાદિત માલ એવા દેશોમાંથી મેળવે છે, જે તેની કિમતોમાં ભાગીદારી બતાવે છે. આમાં, સપ્લાય ચેઇનની સ્થિરતા માટે ‘જોખમ’ ગણાતા દેશો પરની નિર્ભરતા ધીમે ધીમે ઓછી થતી જાય છે. તેને “એલીશોરિંગ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
- રશિયાએ લાંબા સમયથી પોતાને યુએસ માટે વિશ્વસનીય ઉર્જા ભાગીદાર તરીકે રજૂ કર્યું છે, પરંતુ યુક્રેન યુદ્ધમાં, તેણે યુરોપના લોકો સામે ગેસને હથિયાર બનાવ્યું છે. આ એક ઉદાહરણ છે કે કેવી રીતે તમામ સહભાગી દેશો ભૌગોલિક-રાજકીય લાભ મેળવવા અથવા તેમના પોતાના ફાયદા માટે વેપારમાં વિક્ષેપ પાડવાના પ્રયાસમાં તેમની બજાર સ્થિતિનો દુરુપયોગ કરી શકે છે.
- ફ્રેન્ડ-શોરિંગ અથવા એલીશોરિંગ યુએસ માટે તેમની સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગ સાઇટ્સને યુ.એસ.ના નજીકના કિનારાઓ પર ખસેડવા માટે કંપનીઓને દબાણ કરવાનું એક માધ્યમ બની ગયું છે.
- ફ્રેન્ડશોરિંગનો હેતુ યુ.એસ.ના કિસ્સામાં જેમ ચીન છે, એવી જ રીતે ઓછા સુસંગત દેશોમાંથી સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવાનો છે.
તેની આડ-અસરો શું હોઈ શકે?
- ફ્રેન્ડશોરિંગ વિશ્વના દેશોને વેપાર માટે અલગ કરી શકે છે અને આમ વૈશ્વિકીકરણના ફાયદાની વિરુદ્ધ જઈ શકે છે. જે ડીગ્લોબલાઈઝેશન પ્રક્રિયાનો એક ભાગ છે.
- કોવિડ-19 લોકડાઉનથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને પડેલા ફટકા બાદ કોઈપણ પ્રકારનો આવો સંરક્ષણવાદ પહેલેથી જ અસ્થિર વૈશ્વિક સપ્લાય ચેઈનને વધુ બાધિત કરી શકે છે.
- સંરક્ષણવાદનું આ નવું સ્વરૂપ વૈશ્વિક આપૂર્તિ શૃંખલા અને અર્થવ્યવસ્થાને અસર કરતા વૈશ્વિકીકરણ માટે અનુકૂળ રહેશે નહીં અને લાંબા ગાળે તેની વિપરીત અસરો થઈ શકે છે. જો કોઈ દેશની કંપની બેટરી અથવા કોમ્પ્યુટર ચિપ્સ માટે લિથિયમ જેવી કિંમતી ધાતુઓ માટે કોઈ ખાસ દેશ પર આધાર રાખે છે, તો તે આ કિસ્સામાં પોતાને અલગ-થલગ અનુભવી શકે છે.
- આ ઉપરાંત જેમ જેમ આ એક ટ્રેન્ડ બનતો જશે તેમ તેમ વિશ્વ ધીમે ધીમે અલગ પડતું જશે અને બધાં જ દેશો માટે એકબીજાની ભલાઈ અને માનવતા હેતુ કરવાના કાર્યો મુશ્કેલ બનશે.
નિષ્કર્ષ
- આજનું વિશ્વ એકસાથે કામ કરવાવાળા દેશોની બાબતમાં તેની ચરમસીમાએ પહોંચી ચુક્યું છે.
- વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે દરેક દેશ દ્વારા સંપત્તિના ઉપયોગ દ્વારા જ અર્થવ્યવસ્થાને પહોંચેલા નુકસાનને સરભર કરી શકાશે.
- તેમ છતાં આપણે હજી પણ સંપૂર્ણ વૈશ્વિકીકરણથી દૂર જ છીએ અને દેશો વચ્ચે પણ ઘણા મતભેદ અને વિવાદો છે, છતાં વૈશ્વિક આપૂર્તિ શૃંખલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફ્રેન્ડશોરિંગ એ કોઈ સારો ઉકેલ તો નથી જ.
(ફોટો: ફાઈલ)