ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ બધા માટે સારા હોતા નથી, આમાં કેટલાક લોકોને નુકશાન પહોંચે છે. ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંન્ને પર નકારાત્મક પ્રભાવ પડે છે. આજકાલ લોકો મોટાપાથી ખુબ પરેશાન રેહ છે, આનાથી બચવા માટે તે ઘણા પ્રયાસો કરે છે જેમ કે- દવાઓ ખાવી, ભોજન ના કરવું કે તૂટક ઉપવાસ. પણ શુ તમે જાણો છો તૂટક ઉપવાસ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
જે લોકો તૂટક ઉપવાસ કરે છે. તેમને હ્રદયની બીમારીઓનો ખતરો રહે છે. તૂટક ઉપવાસમાં લોકો 12 થી 16 કલાક ઉપવાસ રાખે છે. જેનાથી તે પોતાના વજન પર નિયંત્રણ રાખી શકે, પણ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવુ કરવુ હ્રદય સબંધિત બીમારીઓને જન્મ આપે છે.
હેલ્થ એક્સપર્ટએ જાણકારી આપી છે કે તૂટક ઉપવાસ બધા માટે સારા મથી હોતા. તેનાથી ફૈટી લીવરની બીમારી થવાની સંભાવના વધી જાય છે. તૂટક ઉપવાસમાં ખાવા-પીવાનો સમય કંટ્રોલમાં કરવામાં આવે છે.
તૂટક ઉપવાસ ઘણા લોકો માટે ફાયદાકારક પણ હોય છે, તો ઘણા લોકો માટે નુકશાન પમ પહોંચાડે છે. આવું કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે.
એક્સપર્ટ અનુસાર, તૂટક ઉપવાસ જાનલેવા પણ હોઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકો દિવસમાં 16 કલાક ઉપવાસ કરે છે અને ખાલી 8 કલાક વચ્ચે જમવાનું જમે છે તેમને હાર્ટ ડિજીટથી મૃત્યુનો ખતરો 91% સુધી વધી જાય છે.
તૂટક ઉપવાસ કરવાથી કમજોરી, મૂડ સ્વિંગ, સાંધાનો દુખાવો, ભૂખ લાગવી, ચક્કર આવવા, ટેન્શન વગેરે સમસ્યાઓ શરૂ થાય છે. આ જ નહીં કેટલાક લોકોને આવું કરવાથી ડાયાબિટીસ અને હાર્ટ એટેકનું રિસ્ક પણ રહે છે.