શનિદેવનું સાચું નામ શું છે? તે કેવી રીતે ખુશ થાય છે?
ન્યાયના દેવતા શનિદેવ મહારાજને બીજા કયા કયા નામોથી ઓળખવામાં આવે છે. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ કામ જરૂર કરો.
શનિદેવને 33 દેવતાઓ માંથી એક ભગવાન સૂર્યના પુત્ર માનવામાં આવે છે. તેમની માતાનું નામ છાયા છે. તેમનો જન્મ જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. શનિદેવનો રંગ જન્મથી જ કાળો હતો.
શનિદેવના ઘણા નામ છે. હિંદુ શાસ્ત્રોમાં શનિદેવના 108 નામોનો ઉલ્લેખ છે. પણ શનિદેવના 10 નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે.
આ મંત્રમાં શનિદેવના દસ નામ કોનસ્થ, પિંગલ, બભ્રુ, કૃષ્ણ, રૌદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્વર, મંડ અને પિપ્પલાદ છે. જેના જાપ કરવાથી કષ્ટોનો અંત આવે છે.
તમે પણ શનિદેવને પ્રસન્ન કરવા માગો છો શનિવારના દિવસે શનિદેવના આ નામોનો જપ કરો, દર શનિવારના દિવસે શનિદેવના આ નામોનો જપ કરવાથી શનિદેવની કૃપા બની રહે છે.
શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરો, આ દિવસે સવારે પીંપળાના ઝાડને જળ ચડાવો અને સાંજે પીપળાના ઝાડ પર સરસવના તેલનો દીવો કરો.
શનિદેવને પ્રશન્ન કરવા માટે શનિવારના દિવસે શનિદેવ સાથે જોડાયેલ વસ્તુઓનું દાન દરૂર કરો, આવા નાના નાના કામથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ, શાંતિનો આશિર્વાદ આપે છે.