કેટલાક લોકોની આદત હોય છે કે જેઓ કોઈ પણ વસ્તુને ચહેરા પર લગાવીને ચહેરાની સાફ કરતા હોય છે. લોકો ઈચ્છે છે કે તેમના ચહેરાની ચમક બની રહે પણ તેઓ કેટલીક સામાન્ય વાત સમજતા નથી અને ચહેરાને નુક્સાન પહોંચાડતા હોય છે.
જો વાતકરવામાં આવે સૌથી પહેલા તો ક્લીંઝર અને ફેસવોશની તો, ફેસ વોશ એ સ્કિન કેર પ્રોડક્ટ છે જે આપણા ચહેરા પરની ધૂળ, માટી અને અન્ય ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. કેટલાક લોકો સાબુથી ચહેરો ધોઈ નાખે છે. અન્ય તરફ ક્લીંઝર પણ ચહેરાને સાફ કરવા માટે કામ કરે છે પરંતુ તેમ છતાં તે ફેસ વોશથી અલગ છે. તે ત્વચાના છિદ્રોમાં એકઠા થયેલા સૂક્ષ્મજંતુઓ અને ગંદકીને દૂર કરે છે, તમારી ત્વચાને મુક્તપણે શ્વાસ લેવા દે છે. રોજ મેકઅપ કરવાને કારણે ચહેરાના રોમછિદ્રો ભરાઈ જાય છે, આ છિદ્રોને ખોલવાનું કામ ક્લીંઝર કરે છે. જેલ ક્લીંઝર, ક્રીમ ક્લીંઝર, ફોમ ક્લીંઝર, ક્લે ક્લીંઝર, માઈસેલર ક્લીંઝર જેવા ઘણા પ્રકારના ક્લીંઝર આવે છે.
ઓઈલી અને કોમ્બિનેશન સ્કિનવાળા લોકો તેને ત્રણ વખત લગાવી શકે છે. ડિહાઇડ્રેટેડ ત્વચા ધરાવતા લોકોએ દિવસમાં એકવાર ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રથમ વખત, સ્નાન કરતી વખતે અથવા સવારે ફેસ વોશનો ઉપયોગ કરો. આનાથી ગઈ રાતથી એકઠું થયેલું તમામ તેલ અને અન્ય કીટાણુઓ દૂર થઈ જશે.
જ્યારે તમે ક્લીંઝરનો ઉપયોગ કરો છો ત્યારે તમારે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. દિવસમાં એક કે બે વાર ક્લીંઝરનો ઉપયોગ કરવો વધુ સારું છે અને તેનો ઉપયોગ ફેસ વોશથી તમારા ચહેરાને સાફ કર્યા પછી કરી શકાય છે.