Site icon Revoi.in

હદથી વધારે ગરમી પડવાથી શરીર પર શું અસર થાય છે? જાણો…

Social Share

સમગ્ર ભારતમાં ભારે ગરમી છે. પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં સ્થિતિ એવી છે કે તમે રસ્તા પર ઈંડાની આમલેટ બનાવી શકો છો. હીટવેવને મજાકમાં ના લો, તે શરીરમાંથી પાણી નિચોવવાનું કામ કરે છે.

હવે પ્રશ્ન ઉઠે છે તે આ આ ભીષણ ગરમીમાં શરીરના અંદર શું થાય છે? ક્યા ક્યા કેમિકલ રિએક્શન
થાય છે. ડિહાઈટ્રેશનથી લઈને હીટ સ્ટ્રોક સુધી, સાથે તેનાથી કઈ રીતે બચવું તે પણ જણાવશુ.

ગરમીથી થકાવટ
પરસેવો એ તમારા શરીરને ઠંડક આપવાની રીત છે. પણ વધુ પડતો પરસેવો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ અથવા બેલેંન્સ બગાડી શકે છે. જે નબળાઈ, ચક્કર, ઉબકા અને બેહોશીનું કારણ બની શકે છે.

હીટ સ્ટ્રોક
હીટ સ્ટ્રોક ખૂબ જ ઘાતક છે. જ્યારે શરીરના ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકતા નથી, ત્યારે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તેના શરૂઆતી લક્ષણોમાં પરસેવો બંધ થવો, મૂંઝવણ થવી, આંચકી આવવી અને જો તરત સારવાર ના કરવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકે છે.

ડિહાઈટ્રેશન
હદથી વઘારે પરસેવો નિકળવાને કારણે શરીરમાં પાણીની કમી થવા લાગે છે. જેના લીધે તમે ડિહાઇડ્રેશનનો શિકાર બની શકો છો. સૂકા મોંની સમસ્યા પણ થઈ શકે છે. ખૂબ તરસ લાગી શકે છે.

સ્નાયુ ખેંચાણ
પીડાદાયક સ્નાયુ ખેંચાણ. ખાસ કરીને પગ અને પેટમાં, શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પ્રવાહીની ઉણપ છે.

ગરમી ફોલ્લીઓ
આ ખંજવાળ, અસ્વસ્થતાવાળી ફોલ્લીઓ ત્યારે થાય છે જ્યારે પરસેવાની નળીઓ અવરોધિત થઈ જાય છે.