શરીર પર કાળો દોરો બાંધવાથી જીવનમાં તેની શું અસર થાય છે? જાણો
આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આજે પણ લોકોને ભગવાન પ્રત્યે વિશ્વાસ વધારે છે, આ શ્રધ્ધા અને વિશ્વાસનું પાલન કરતા પણ લોકો જોવા મળે છે. ત્યારે જો વાત કરવામાં આવે શરીર પર કાળો દોરો બાંધવા વિશે તો, એના વિશે પણ જાણીને તમને શોક લાગશે.
સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો મંગળવાર અને શનિવાર કાળો દોરો પહેરવા માટે સૌથી શુભ દિવસો છે. સાંજે પૂજા કર્યા પછી ધારણ કરો. જો કોઈ કારણોસર તમે તેને સાંજે પહેરી શકતા નથી, તો તમે તેને સવારે પણ પહેરી શકો છો. કાળા દોરામાં 9 ગાંઠ બાંધ્યા પછી જ પહેરો. જો તમે કાળો દોરો ધારણ કર્યા પછી દરરોજ ઓછામાં ઓછા 11 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો છો, તો તે ખૂબ જ ફાયદાકારક છે.
જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે, તેમને કાળો દોરો પહેરવાથી ઘણો ફાયદો થાય છે. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી અડચણોમાંથી મુક્તિ મળે છે. જો તેમની આંખોમાં કોઈ સમસ્યા હોય તો તેનાથી પણ રાહત મળે છે.
કાળો દોરો પહેરવાથી ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓથી પણ રક્ષણ મળે છે. વારંવાર થતા અકસ્માતોમાંથી રાહત આપે છે. અજાણ્યા ડરથી દુઃખ થતું નથી.સ્તનપાન કરાવતી સ્ત્રીઓ પણ જો તેમની કમર અથવા પગમાં કાળો દોરો પહેરે તો તે લાભદાયક છે.
નાના બાળકોને કાળો દોરો પહેરાવવો. આ કારણે તેને વારંવાર નજર નથી લાગતી. આ ઉપરાંત, તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તેઓ વારંવાર બીમાર થતા નથી.