મુસ્લિમ યુવતીઓ પર કહેર વરસાવી રહેલી આદમ સેના શું છે?, શરિયાના નામે ઘરોમાં ઘૂસી કરે છે છેડતી!
નવી દિલ્હી: ઝારખંડના રામગઢ જિલ્લામાં હાલ એક સેનાના ખોફમાં મુસ્લિમ મહિલાઓ જીવી રહી છે. આ સેનાનું નામ આદમ સેના છે. આરોપ છે કે આદમ સેનાના લોકો મુસ્લિમ મહિલાઓ પર બળજબરીથી શરિયા કાયદો થોપી રહ્યા છે અને તેની આડમાં ઘરોમાં ઘૂસીને મુસ્લિમ યુવતીઓની છેડતી કરી રહ્યા છે. સોશયલ મીડિયા પર પોસ્ટ પ્રમાણે, આદમ સેનાનો ઉદેશ્ય શરિયા કાયદાનો પ્રચાર કરવાનો અને તેને લાગુ કરવાનો છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આદમ સેનાના લોકો મુસ્લિમ યુવતીઓના હિંદુ પુરુષો સાથે વાત કરવા અને બુર્ખો નહીં પહેરવા પર કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે. આરોપ છે કે સેનાની વાત નહીં માનવા પર મુસ્લિમ યુવતીઓનો રેપ કરીને ફેંકી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જિલ્લાના રજરપ્પા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને એક મુસ્લિમ યુવતીએ આદમ સેનાના લોકોને બચાવવાની ગુહાર લગાવી છે. બીજી તરફ પોલીસે આ જમીન વિવાદનો મામલો આપ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરનારી યુવતીનો આરોપ છે કે ગામના જ સાબિર અલી નામના શખ્સે તેની સાથે ડિસેમ્બર, 2023માં તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે જ્યારે તેણે બૂમરામ કરી, તો તેની સાથે મારપીટ કરવામાં આવી.
મીડિયા રિપોર્ટ્સ અને સોશયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે, આદમ સેના મુસ્લિમ યુવાઓનું એવું સામાજીક સંગઠન છે કે જે મુસ્લિમ મહિલાઓ પર શરિયા કાયદો લાગુ કરવા માંગે છે અને મુસ્લિમ સામે થનારી હિંસાનો સામનો કરે છે. આ સંગઠન સમાજમાં લોકોને જગાડવાનો દાવો કરે છે. સોશયલ મીડિયા પર તેના ઘણાં પ્રકારના લોગો દેખાય રહ્યા છે. તમામમાં એક સમાનતા છે, જેમાં ગર્જના કરતો સિંહ અને તિરંગાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.