મનુષ્યનું શરીર એક હદ સુધી ગરમી સહન કરી શકે છે. જો વધારે ગરમી વધે છે તો ઘણી બીમારીઓનો શિકાર થઈ શકે છે. સાથે જ દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
ઉત્તર ભારતમાં અત્યંત ગરમી છે. હીટવેવના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જાણકારી માટે તમને જણાવીએ કે વેટ બલ્બનું તાપમાન હીટવેવ કરતા પણ વધુ ખતરનાક છે
ટેમ્પરેચર અને ના કોમ્બિનેશનને ‘વેટ બલ્બ ટેમ્પરેચર’ કહે છે.તેમાં હવાની ભેજ માપવામાં આવે છે. ગરમીની સાથે, હ્યૂમિડિટીને પણ માપવામાં આવે છે.
ગરમ થર્મોમીટર અને ઠંડા કપડાના બલ્બ દ્વારા આપવામાં આવતા તાપમાનને વેટ બલ્બ ટેમ્પરેચર કહેવામાં આવે છે. તાપમાન ઘટવા છતાં હ્યૂમિડિટીને પ્રમાણ વધે છે.
જ્યારે તાપમાન વધે છે, ત્યારે શરીરમાં પરસેવો થાય છે. જ્યારે હ્યૂમિડિટીને ગરમીમાં પરસેવો નીકળતો નથી પણ સુકાઈ જાય છે.
સ્કિનને ઠંડી રાખવા માટે શરીર પરસેવો પાડે છે. જેના કારણે શરીરમાં સોડિયમ અને જરૂરી મિનરલ્સની કમી થવા લાગે છે. આ સ્થિતિમાં કિડની અને હાર્ટ ફેલ થવાની શક્યતા વધી જાય છે.
માનવ શરીર 37 ડિગ્રી સેલ્સિયસ અથવા 98.6 ડિગ્રી ફેરનહીટ સુધીના તાપમાનને સહન કરી શકે છે. આનાથી ઓછું હોય તો ઠંડી લાગે છે અને જો આનાથી વધુ હોય તો ગરમી લાગે છે.