- ચોમાસામાં શરીર પર ચોંટે તેવા કપડા પહેરવાનું ટાળવું
- જલ્દી સુકાઈ નહી તેવા કપડા પણ પહેરવાનું ટાળવું જોઈએ
- બને ત્યા સુધી સિન્થેટિક કપડા પહેરો જે જલ્દી સુકાઈ જાય છે
- કોટનના કપડા પહેરવાનું ટાળોસુર્ય
ઉનાળામાં હવે રાહત થઈ છે. ધીમે ધીમે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ઉનાળાની ઘગઘગતી ગરમી બાત હવે તન અને મનને શીતળતા આપનારુ ચોમાસું આવી ચૂક્યું છે. ચોમાસામાં પલળવાની મજા તો કંઈક અલગ જ હોય છે . ચોમાસામાં પલળવું તો ગમે છે પરંતુ કપડા ભીના થાય તે ગમતું નથી અને જો ભીના થાય તો પછી તે ક્યારે સુકાઈ તેની ફરીયાદ રહેતી હોય છે . તો ચાલો જાણીયે ચોમાસામાં કેવા કપડા પહેરવા કમ્ફર્ટેબલ રહેશે, શું પહેરવું જોઈએ અને કયા કપડા પહેરવા ટાળવા જોઈએ તેના પર એક નજર કરીશું.
કોટન ક્લોથ્સ ને કહો ટાટા બાય બાય
ચોમાસામાં પ્યોર કોટન અને સુતરાઉ કપડા પહેરવાનું ટાળવું જોઈએ. કોટન નેચરલ ફાઈબર હોવાને કારણે વરસાદ માં ૫ મિનીટ ભીંજાતા જ પાણી ચૂસી લે છે ઉપરાંત પરસેવો અને પાણી ભેગા થતા કોટન વસ્ત્રો અનકમ્ફર્ટેબલ છે સાથે શરીર પર ચોંટી જાય છે . આ સિવાય ચોમાસું ભેજ વાળી ઋતુ હોવાથી આ કપડા જલદી સુકાતા પણ નથી અને સરખા ન સૂકાવાના લીધે વાસ પણ મારે છે. કોટન ક્લોથ્સ માં અમુક વાર કપડાઓનો કલર પાકો નથી હોતો તો આવા કપડા જ્યારે તમે વરસાદ માં પહેરીને બહાર જાઓ છો તો પલળતાની સાથે જ તેનો રંગ ઉતરવા લાગે છે અને ઘણી વાર તો શરીરને પણ ચોંટે છે. એટલે ચોમાસા દરમ્યાન કોટન ક્લોથ્સ ને ટા ટા બાય-બાય કહો.
સિન્થેટીક કપડા પહેરાવાનો આગ્રહ રાખો
ચોમાસામાં જેમ કોટન ક્લોથ્સ નો ડીસએડવાન્ટેજ છે એમ સિન્થેટીક કપડા પહેરવામાં વધુ ઈઝી રહેશે. રેયોનમિક્સ , ટેરેલીન , પોલીયેસ્ટર , કોટનમિક્સ , નાયલોન, વિસકોસ ,માઈક્રો, લાયક્રા વગેરે જેવા મેઈન મેડ સિન્થેટીક કાપડ ચોમાસામાં ફુલ ડીમાન્ડમાં હોય છે , આ કાપડમાંથી બનતા કપડા પહેરવામાં કમ્ફર્ટેબલ હોવાની સાથે સાથે શરીર પરથી ભેજને દૂર રાખે છે તથા શરીર પર ચોંટતા પણ નથી. તેમજ આ કાપડ કોટનની સરખામણી એ ખૂબજ ઓછું પાણી શોષે છે એટલે ઝડપથી સૂકાઈ પણ જાય છે . ઉપરાંત આ કાપડ પલળ્યા બાદ પણ તેમાંથી કલર જતો નથી અને કીમતમાં પણ જોઈએ તો કોટન કરતા સિન્થેટીક કપડા કીમતમાં સસ્તા હોય છે. તો આ ચોમાસે તમે પણ વિવિધ પ્રકારના સિન્થેટીક કપડા જેવા કે ટ્રાઉઝર , ટોપ, કુર્તા, વેસ્ટર્ન-ઇન્ડોવેસ્ટર્ન આઉટફીટ , દુપ્પટા વગેરે ખરીદી લેજો
યુવતીઓને રસ્તાઓ પર શોર્ટ વસ્ત્રો પહેરતાં સંકોચ થતો હોય તેઓ લેન્ગ્થ રેમ્પર્સ પહેરી શકે. આ ડ્રેસ પ્લેસૂટ જેવો હોય છે. જે પ્રવાસ કરતી વખતે બહુ સગવડદાયક રહે છે અને આકર્ષક લૂક આપે છે. આ સીઝનમાં કોલેજ કન્યાઓ જો ઘુંટણથી થોડી ઓછી લંબાઈ ધરાવતી ટાઈટ ડેનિમ પહેરવાનું પણ પસંદ કરે છે. આવી ડેનિમ ટી-શર્ટ સાથે સરસ દેખાય છે. એ સિવાય ચોમાસામાં સિન્થેટિક મટિરિયલના તેમ જ ઘેરા રંગના વસ્ત્રો પહેરવાં જોઇએ. ફેશન નિષ્ણાતો કહે છે કે સિન્થેટિક ફેબ્રિક ભીંજાયા પછી ઝટ સુકાઈ જાય છે