નવી દિલ્હી: આબકારી ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈડીની નોટિસ પર ત્રીજીવાર હાજર થયા નથી. આના સંદર્ભે કેજરીવાલે ઈડીને પત્ર લખીને જવાબ આપ્યો છે. કેજરીવાલે ઈડીના સમનના જવાબમાં કહ્યુ છે કે તે તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે. પરંતુ નોટિસ ગેરકાયદેસર છે. તેમની પસે છૂપાવવાનું કંઈ નથી અને આ સમનને પાછો લેવામાં આવે.
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તેમની (ભાજપ) નિયત કેજરીવાલને એરેસ્ટ કરવાની છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આ (ભાજપ) કેજરીવાલના ચૂંટણી પ્રચારને રોકવા ચાહે છે. મહત્વપૂર્ણ છે કે ઈડી આના પહેલા મુખ્યમંત્રી કેજરીવાલને બે વખત નોટિસ આપી ચુકી છે. જો કે ગત વખતે પણ તે આ કારણોથી ઈડીની સામે રજૂ થયા ન હતા.
ઈડીના વિકલ્પ-
તેવામાં હવે જ્યારે દિલ્હીના સીએમ ઈડીની સમક્ષ રજૂ થઈ રહ્યા નથી, તો ઈડી પાસે ક્યાં વિકલ્પ બચે છે અને તેને લઈને કાયદો શું કહે છે…
પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ એટલે કે પીએમએલએની કલમ-19 હેઠળ ઈડીને એ અધિકાર છે કે સતત ત્રણ વખત સમન બાદ જો કોઈ આરોપી પૂછપરછ માટે હાજર થતો નથી, તો ઈડી તેને એરેસ્ટ કરી શકે છે. જો કે તેના માટે એ જરૂરી છે કે તેમની પાસે એરેસ્ટ કરવા માટેના નક્કર આધાર હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટનું શું કહેવું છે?
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ એક મામલાની સુનાવણી દરમિયાન ઈડીને કહ્યું હતું કે જો કોઈ ઈડીના સમન છતાં પૂછપરછમાં તેને સહયોગ કરી રહ્યા નથી, તો માત્ર આ તેની ધરપકડનો આધાર હોઈ શકે નહીં.
ધરપકડ ત્યારે થઈ શકે છે, જ્યારે અધિકારીને એ વિશ્વાસ થાય કે આરોપી ગુનામાં સંડોવાયેલો છે. ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ એરેસ્ટ કરવામાં આવેલા એક રિયલ એસ્ટેટના બે રોકાણકારોની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને ટીપ્પણી કરી હતી.
પહેલા પણ મળી ચુકી છે કેજરીવાલને નોટિસ
મહત્વપૂર્ણ છે કે આબકારી ગોટાળામાં ઈડીએ રજૂ થવા માટે નોટિસ મોકલી હતી, તેમાં કેજરીવાલને ત્રણ જાન્યુઆરીએ રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું. તેના પહેલા 21 ડિસેમ્બરે રજૂ થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે કેજરીવાલે કહ્યુ હતુ કે તેઓ ઈડીની સમક્ષ આજે પણ રજૂ થઈ શકે તેમ નથી.
ઈડીના સમન પર હાજર નહીં થતા મુખ્યમંત્રી કેજરીવાલે 21 ડિસેમ્બરે આરોપ લગાવ્યો હતો કે આ સમન રાજકીય પ્રતિસ્પર્ધીઓના ઈશારે જાહેર કરાયો છે. તે (ભાજપવાળા) વિપક્ષના અવાજને દબાવવાના ઉદેશ્યથી તેને જાહેર કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તે સમયે 10 દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર માટે ગયા હતા.
કેજરીવાલનો તર્ક
કેજરીવાલે ઈડીને પોતાના જવાબમાં જણાવ્યું હતું કે સમનમાં એ નિર્દિષ્ટ કરવામાં આવ્યું નથી કે તેમને સાક્ષી અથવા શંકાસ્પદ અથવા મુખ્યમંત્રી, દિલ્હી અથવા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે બોલાવાય રહ્યા છે.
તેમણે કહ્યુ હતુ કે ઈડીએ તેમના ગત જવાબમાં ઉઠાવેલા મુદ્દાઓનો જવાબ આપ્યા વગર જ નવું સમન જાહેર કરી દીધું. તેમણે કહ્યુ છે કે 18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવેલા તાજા સમનને રદ્દ કરવો જોઈએ, પાછો ખેંચવો જોઈએ. આના પહેલા તે 2 નવેમ્બરે પણ ઈડીની નોટિસ પર રજૂ થયા ન હતા. આ હિસાબથી ત્રણ જાન્યુઆરીએ રજૂ થવાની નોટિસ ત્રીજી નોટિસ હતી.
મહત્વપૂર્ણ છે કે આ મામલામાં સીબીઆઈએ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ એરેસ્ટ કર્યા હતા. ઈડીએ તિહાડ જેલમાં પૂછપરછ બાદ 9મી માર્ચે સીબીઆઈની એફઆઈઆર સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસમાં સિસોદિયાને એરેસ્ટ કર્યા હતા. સીબીઆઈએ પણ આ મામલામાં ગત 15 એપ્રિલે કેજરીવાલની પૂછપરછ કરી હતી અને તેમને 56 સવાલો કર્યા હતા. પૂછપરછ બાદ કેજરીવાલે આખા મામલાને મનઘડંત અને આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાની કોશિશ ગણાવી હતી. આ મામલામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને 4 ઓક્ટોબરે એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ પણ જેલમાં છે.
શું છે આબકારી ગોટાળો?
મહત્વપૂર્ણ છે કે દિલ્હીના મુખ્ય સચિવના એક રિપોર્ટના આધારે ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ ગત વર્ષ જુલાઈમાં નીતિ બનાવી અને તેના અમલીકરણમાં કથિત ગેરરીતિઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
અધિકારીઓનું કહેવું છે કે રિપોર્ટમાં વિભિન્ન કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં નીતિ હેઠળ કોવિડ-19ના કારણે વેચાણના પ્રભાવિત થવાના નામ પર રિટેલ લાયસન્સ ધારકોને 144 કરોડ રૂપિયાની છૂટ અને એરપોર્ટ ક્ષેત્ર માટે એક સફળ બોલી લગાવનારને 30 કરોડ રૂપિયાનક્કી કરાયા, જેમાં રિફન્ડ સામેલ છે. એટલે કે ત્યાં દારૂની દુકાન ખોલવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવા પર આ રિફન્ડની વ્યવસ્થા હતી.
તેમણે કહ્યુ હતુ કે વધુ એક આરોપ એ છે કે હોલસેલ લાયસન્સ ધારકોનું કમિશન કોઈ ચીજના બદલામાં પાંચ ટકાથી વધીને 12 ટકા કરી દેવામાં આવ્યું.