લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સામ-સામે જબરજસ્ત આક્ષેપ થઇ રહ્યા છે.. એક તરફ ઇન્ડિયા ગઠબંધન કહે છે કે મોદી સરકાર આવશે તો બંધારણ બદલી નાંખશે તો બીજી તરફ ભાજપ અને તેના નેતાઓ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપતિ છીનવી લેશે.. સામ-સામે આક્ષેપોનો આ દોર એક કદમ વધુ આગળ વધ્યો છે..
- શું ક્હ્યુ વડાપ્રધાન મોદીએ ?
પીએમએ કહ્યું હતું કે તેમની સરકારે 50 કરોડથી વધુ ગરીબોના જનધન ખાતા ખોલાવ્યા. ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો બેંક ખાતા બંધ કરશે અને પૈસા છીનવી લેશે. તેમની સરકારે દરેક ગામમાં વીજળી પહોંચાડી, તેઓ વીજળીના જોડાણો કાપી નાખશે અને પછી અંધકાર સર્જશે. તેમની સરકાર દરેક ઘરે પાણી પહોંચાડી રહી છે, સપા-કોંગ્રેસના લોકો ઘરના પાણીના નળ પણ ખોલીને લઈ જશે.
- આ હતાશાથી પણ કંઇક વધારે છેઃ કોંગ્રેસ
પીએમ મોદીના આ નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મંગલસૂત્ર, ભેંસ પછી આજે નરેન્દ્ર મોદીએ કહ્યું ઇન્ડિયા ગઠબંધનના લોકો તમારા બેંક ખાતા બંધ કરીને તમારા પૈસા લઈ જશે, તમારા ઘરનું વીજળીનું કનેક્શન કાપીને અંધારું કરી દેશે, તમારા ઘરના નળ ખોલી નાખશે, હવે મને ચિંતા છે કે આ માત્ર હારની હતાશા નથી, તેનાથી પણ કંઇક વધારે છે..
કોંગ્રેસે આગળ કહ્યું કે તમને શું લાગે છે કે હવે તેઓ શું કહેશે.. કહેશે કે આપના બાળકના ટીફીનમાંથી ઇન્ડિયા ગઠબંધનવાળા એક સેન્ડવીચ ખાઇ લેશે.. આપની મટર પનીરની સબ્જીમાંથી પનીર કાઢી લેશે.. આપનું બાળક ક્રિકેટ રમવા જશે તો બેટ ચોરી જશે. કપડા સુકવશો તો શર્ટ લઇને ભાગી જશે. ઘરની બહારથી છાપુ અને દૂધની થેલી ગાયબ કરી દેશે..મંદિરની બહારથી ચપ્પલ ચોરી જશે.ગાડીથી પાઇપ લગાવીને આપનું પેટ્રોલ કાઢી લેશે.. આ તેમની હતાશા છે.. ચલો જવાદો જે હોય તે પરંતુ તેમણે માની લીધું છે કે ઇન્ડિયા ગઠબંધનવાળા આવી રહ્યા છે.