- દિવાળીમાં ઘરમાં ખૂબ મીઠાઈ વધી તો ચિંતા ન કરો
- મીઠાઈમાંથી બનાવો કુલ્ફી કે સ્વિટ પરોઠા
દિવાળી એટલે ખાવા પીવાનો મોજ કરવાનો તહેવાર , આ દિવસે એકબીજાને મીઠાઈઓ પણ ભેંટમાં આવતી હોય છે કેટલીક વખત તો ઘરમાં મીઠાઈઓનો ઢગલો થઈ જાય છે જેને આપણે દિવાળઈ અને બેસતાવર્ષના દિવસે લોકોને ખવડાવીએ છઈએ પણ જો પછી મીઠાઈ વધી જાય તો શું કરવું, વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. આવી સમસ્યા તમારી સાથે આવે તે પહેલા જાણી લો ઉપાય મીઠઆઈમાંથી બને છે અન્ય વાનગીઓ
ફ્લેવર રબડી
મીઠાઈઓની રબડી બનાવવી અને તેને ગરમ જલેબી સાથે ખાવી બેસ્ટ ઓપ્શેન છે. આ માટે બાકીની મીઠાઈઓનો પાવડર બનાવી દૂધમાં નાખીને ધીમી આંચ પર ઉકાળી ઘટચ્ટ કરીલો તેમાં ડ્રાયફ્રૂટ નાખીને ખાઈ શકો છો.
સ્વિટ પરાઠા
મેંધાની કણક તૈયાર કરીને તમે તેમાં મીઠાઈ કે પેંડાનું સ્ટફિંગ કરીને સ્વિટ પરાઠા બનાઈ શકો છો આ પરાઠા મલાઈ કે ક્રિમ સાથે ખાય શકો છો.
ખીર
જો કોી સફેદ બરફી ઘરમાં બચી હોય તો તેમાંથી ખીર બનાવી શકાય છે.તમે બાકીની મીઠાઈઓને દૂધમાં મિક્સ કરીને ફ્લેવર્ડ ખીર પણ બનાવી શકો છો.આમાં કાલાકંદ અથવા કાજુ કટલીનો ઉપયોગ કરી શકાય છે.
મિલ્કશેક
મીઠાઈઓને દૂધમાં ભેળવીને પણ ટેસ્ટી મિલ્ક શેક બનાવી શકાય છે. જો તમને મિલ્કશેક પસંદ ન હોય તો તેમાં દહીં ઉમેરીને પણ સારી મીઠી લસ્સી બનાવી શકાય છે.