શહેરોમાં રહેનારા લોકો વધારે સમય બહાર ફરતા હોય છે. ગામમાં લોકો સામાન્ય રીતે 7 અથવા 8 વાગ્યામાં જમી લેતા હોય છે પરંતુ શહેરોમાં લોકોને 10 અને 11 વાગે જમવાની આદત હોય છે. ક્યારેક ખાવાનો સમય પણ નથી હોતો એવું પણ થતું હોય છે, આવામાં જો કોઈ વ્યક્તિને રાત્રીના સમયે ભૂખ લાગે તો શું ખાવું જોઈએ જેથી કરીને શરીરને તકલીફ પણ ના પડે અને ખાવાનું આસાનીથી પચી પણ જાય.
તો જે લોકો રાત્રે ભૂખ લાગે છે તે લોકોએ જાણવું જોઈએ કે સૂકા પોહા ટ્રાય કરવા જોઈએ કારણ કે આ એક હેલ્ધી નાસ્તો છે, જેમાં તમે મગફળી જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો. એક પાત્રમાં થોડું તેલ મૂકી તેમાં પોહા તળી લો. આ દરમિયાન તેમાં મગફળી પણ ઉમેરો. રાત્રે ભૂખ લાગે ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરો.
આ ઉપરાંત બટાકાનું ટોસ્ટ પણ બનાવવામાં ખૂબ જ સરળ છે, બટાકાના ટોસ્ટનો સ્વાદ પણ અદ્ભુત છે. બટાકાને પહેલા બાફી લો. જો તમને ભૂખ લાગે તો બટાકાને મેશ કરો અને તેમા સમારેલી ડુંગળી ઉમેરો. થોડું મીઠું અને મરી ઉમેરીને બ્રેડમાં ભર્યા પછી તવા પર શેકી લો.