હવાનું પ્રદૂષણ વધવાથી કેવા પ્રકારના રોગ થાય છે? જાણી લો
- દિલ્લીમાં છે જાનલેવા પ્રદૂષણ
- તેનાથી થાય છે અનેક રોગ
- જાણો કેવી રીતે રહેવું સલામત
ભારતમાં કેટલાક શહેરોમાં પ્રદૂષણ સતત વધતું જાય છે. આ કારણે લોકોને કેટલીક ગંભીર બીમારીઓ પણ થાય છે. ભારતમાં વધતા જતા પ્રદૂષણના કારણે કેવા પ્રકારની બીમારી થાય છે તેના વિશે જાણકારી આ પ્રકારે છે.વર્ષોથી લોકોમાં જોવા મળતા કેટલાક સામાન્ય રોગોમાં સિનુસાઈટિસ, સ્ટ્રોકનું જોખમ, વારંવાર થતી એલર્જી, ફેફસામાં ચેપ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD)નો સમાવેશ થાય છે.જ્યારે હવાની ગુણવત્તા બગડે છે, ત્યારે જે દર્દીઓને પહેલાથી જ ફેફસાની બીમારી હોય તેમને સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તે રોગને વધારી શકે છે.અસ્થમાના ઘણા દર્દીઓ એવા છે કે જેમને દિલ્હી જેવા સ્થળોએ હવાની ગુણવત્તા નબળી હોવાને કારણે અમે સારવાર કરી શકતા નથી.
વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2021 વાયુ પ્રદૂષણની આરોગ્ય પર ઊંડી અસર છે. તે રોગોનું બીજું સૌથી મોટું કારણ છે. વાયુ પ્રદૂષણ સામે લડવાનો ખર્ચ વાર્ષિક 150 બિલિયન ડોલર પાર કરવાનો અંદાજ છે. દેશમાં વાયુ પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોનો ધુમાડો, વીજળીનું ઉત્પાદન, ફેક્ટરીનો ધુમાડો, બાંધકામ, રસોઈ માટે બાયોમાસનું સળગવું અને પાક સળગાવવાનો સમાવેશ થાય છે.
વાયુ પ્રદૂષણ ગર્ભ પર અસર કરે છે અને જીવનભર આમ થતું રહે છે. અમે નીચલા શ્વસન માર્ગના ચેપ, એલર્જી, અસ્થમા, બ્રોન્કાઈટિસના કેસોમાં વધારો જોયો છે. બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ વધારો થઈ રહ્યો છે.