અમેરિકાના વર્જિનિયા બીચ ખાતે માસ શૂટિંગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે. જણાવવામાં આવે છે કે આરોપી વર્જિનિયા બીચ ખાતે જ નોકરી કરતો હતો.
તેણે નગરપાલિકા કેન્દ્રમાં સ્થાનિક સમય પ્રમાણે, લગભગ પાંચ વાગ્યે ફાયરિંગ કર્યું છે. એક કર્મચારીનું કહેવું છે કે જ્યારે ગોળીબાર ચાલી રહ્યો હતો, તો લોકો પોતાના ડેસ્ક પર બેસીને કામ કરી રહ્યા હતા. વર્જિનિયા બીચ, વોશિંગ્ટન ડીસીથી લગભગ ચાર કલાકના અંતરે વર્જિનિયા રાજ્યમાં અટલાન્ટિક તટ પર પાંચ લાખ લોકોની વસ્તી ધરાવતું શહેર છે. રાજ્યના ગવર્નર રાલ્ફ નોર્થમે કહ્યુ છે કે તેમની ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
જણાવવામાં આવે છે કે અમેરિકામાં ફાયરિંગની ઘટના થંભવાનું નામ લઈ રહી નથી. હાલમાં ડેંવરની એક સ્કૂલમાં ફાયરિંગમાં એક બાળકીનું મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આના પહેલા લોસ એન્જિલિસમાં શૂટિંગની એક ઘટના બની હતી. જેમાં એક રેપરનું મોત નીપજ્યું હતું. રેપરનું નામ નિપ્સે હસલ હતું. રેપરને સ્લોસન એવેન્યૂ અને ક્રેન્શો બુલેવાર્ડના ક્ષેત્રની નજીક તેના કાપડના સ્ટોર નજીક ગોળી મારવામાં આવી છે. શૂટિંગમાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.