Site icon Revoi.in

“આત્મનિર્ભર  અભિયાન અતંર્ગત જે પણ કઈ ભારતમાં વેચાશે તે અહીં જ બનશે, આજે ભારત વૈશ્વિક આશાનું કેન્દ્ર” – રક્ષામંત્રી રાજનાથ સિંહ

Social Share

દિલ્હીઃ- દેશ આત્મનિર્ભર બની રહ્યો છે ,પ્રધાનમંત્રીના અથાગ પ્રયત્નો રહ્યા છે કે ભારતની ત્રણેય સેનાઓની સામગ્રી પણ ભારતમાં જ નિર્માણ પામે ત્યારે   હવે આ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે વધુ એક મહત્વનો સંદેશ આપ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ભારતે ઉત્પાદકો માટે તક તો ખોલી દીધી છે, પરંતુ  આ માટે એક શરત એ છે કે ‘અહીં જે વેચાશે તે અહીં જ બનશે’ અને આ મંત્રને અનુસરીને આવનારા સમયમાં ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક બનશે. 

તેમણે જણાવ્યું કે  સ્થાનિક ઉદ્યોગ પાસે નવીનતમ સંરક્ષણ પ્લેટફોર્મ બનાવવાની ક્ષમતા અને ક્ષમતા છે અને સરકાર આ પ્રયાસમાં તેમને સુવિધા આપવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે જણાવ્યું હતું.

એક મોટા બજાર તરીકે ભારતના ઉદભવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “જે તક અહીં છે તે બીજે ક્યાંય નથી.” અમારી એક જ વિનંતી છે કે જે,કઈ તમારે ઉત્પાદન કરવું છે ભારત માટચે તે અહી જ બનાવો .

એક કાર્યક્રમમાં સંરક્ષણમંત્રી એ જણાવ્યું હતું કે, “આજે ભારત ‘વૈશ્વિક આશા’નું કેન્દ્ર છે કારણ કે દેશ પાસે તકોનો ભંડાર છે, વિકલ્પોની પુષ્કળતા અને વિશાળ ખુલ્લાપણું છે.” ભારતમાં લોકો, મન અને સમગ્ર વ્યવસ્થા નિખાલસતાનું પ્રતીક છે.

તેમણેવધુમાં ઉમેર્યું કે  આત્મનિર્ભર ભારત ખુલ્લા મનથી નવા દરવાજા ખોલવાનું નામ છે. અમારા દરવાજા બંધ નથી થઈ રહ્યા, પરંતુ વધુ ખુલી રહ્યા છે, શરત માત્ર એટલી છે કે જે પણ કંઈ તમે ભારતમાં વેચાણ કરશઓ તે ભારતમાં જ બનશે, ઉલ્વલેખનીય છે કે આમ ભારતના લોકોને પણ રોજગારની નવી તકો સાંપડશે