તાજેતરમાં મોટી ડેરીની બ્રાન્ડ અમૂલે બજારમાં સુપર મિલ્ક લોન્ચ કર્યું છે. અમૂલે આ નવા પ્રોડક્ટને સુપર મિલ્કનું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ખાસ વેજિટેરિયન લોકો માટે બનાવવામાં આવ્યું છે. આમાં 250 એમએલના પેક વાળા હાઈ પ્રોટિન મિલ્કમાં 35 ગ્રામ પ્રોટિન છે. 65 ટકા રેકમેન્ડેડ ડાયટ્રી અલાઉન્સ, 225 કેલેરી છે.
હવે ટોન્ડ મિલ્ક વિશે વાત કરીએ. સ્કિમ્ડ મિલ્ક પાવડર અને પાણી ટોન્ડમાં ભરપુર માત્રામાં મિલાવવામાં આવે છે. જેના લીધે દૂધ પાતળું થઈ જાય છે. તેની સરખામણી સુપર મિલ્ક અથવા ફુલ ક્રીમ મિલ્ક સાથે કરીએ તો તે ઘણું પાતળું છે.
મનમાં પ્રશ્ન થતો હશે કે દૂધ કયા પ્રકારનું ફુલ ક્રીમ છે. વાસ્તવમાં ફુલ ક્રીમ દૂધ કાચું દૂધ છે અને તેમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ કારણે તેમાં ફેટ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.
ફુલ ક્રીમ મિલ્ક, સુપર મિલ્ક, ટોન્ડ અને ડબલ ટોન્ડ મિલ્ક માર્કેટમાં અલગ-અલગ ભાવે ઉપલબ્ધ છે. તેમની વિવિધતા પણ એકબીજાથી તદ્દન અલગ છે. તેમાં ચરબીનું પ્રમાણ પણ એકબીજાથી અલગ છે.
જાણકારી માટે જણાવીએ કે દૂધ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત છે અને તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર, ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
ડેરી પ્રોડક્ટમાં દૂધ પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં પ્રોટીનની સાથે અનેક પ્રકારના પોષક તત્વો પણ હોય છે. દૂધમાં એવા તમામ પોષક તત્વો હોય છે જે માનવ શરીર માટે ફાયદાકારક હોય છે.